હળવદના ચુપણી ગામે જુગાર રમતા ૭ ઝડપાયા 

- text


રોકડ રકમ સહિત ર૬,૯૦૦નો મુદામાલ કબજે કરતી હળવદ પોલીસ : પત્તાપ્રેમીઓમાં ફફડાટ

હળવદ : હળવદ તાલુકાના ચુપણી ગામે ગત મોડી રાત્રીના હળવદ પોલીસે રહેણાંક મકાન પર છાપો મારતા પત્તા ટીંચતા સાત પત્તાપ્રેમીઓને પાંચ મોબાઈલ તેમજ રોકડ રકમ સહિત રૂ.ર૬,૯૦૦ની રોકડ સહિત ૩પ,૯૦૦ના મુદ્‌ામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

- text

શ્રાવણ માસ નજીક આવતાની સાથે જ પત્તાપ્રેમીઓ પટમાં આવ્યા હોય તેમ પંથકમાં ઉપરાઉપરી જુગારનો ખેલ ખેલતા પત્તાપ્રેમીઓ પોલીસના હાથે ઝડપાઈ રહ્યા છે. ત્યારે ગત મોડી રાત્રીના હળવદ પી.આઈ. એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ વિજયદાન ગઢવી, ભાવેશ આહિર, દિવ્યાબેન પટેલ, યોગેશદાન ગઢવી, સંજયભાઈ લકુમ સહિતનાઓએ તાલુકાના ચુપણી ગામે રમેશ વિઠ્ઠલ પટેલના રહેણાંક મકાન પર છાપો મારતા ગંજીપાનાનો જુગાર રમી રહેલા રમેશ વિઠ્ઠલ પટેલ, ખીમા ગોવિંદ કોળી, હિરેન ચંદુ પટેલ, હિરા દેવશી કોળી, રઘુ ગાંડુ કોળી, પરસોતમ ઉર્ફે મુન્નો મગન મકવાણા, ભરત મગન ઓળકીયા રહે. તમામ ચુપણી વાળાને ર૬,૯૦૦ની રોકડ તેમજ પાંચ મોબાઈલ સહિત કુલ ૩પ,૯૦૦ના મુદ્‌ામાલ સાથે ઝડપી પાડી હળવદ પોલીસ મથકે લાવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે બીજી તરફ જાણવા મળતી વિગતો મુજબ રમેશ વિઠ્ઠલ પટેલ પોતાના ઘરે પત્તાપ્રેમીઓને બોલાવી જુગાર રમાડતા હોય અને તેની નાલ ઉઘરાવતો હોવાનું જાણવા મળ્યું છે.

 

- text