હળવદમાં વિદ્યાર્થીઓને ખાતા ખોલી આપવા માટે બેંકોની અવડચંડાઈ

- text


બેંકોમાં જતા વિદ્યાર્થીઓને અધિકારીઓ દ્વારા એકથી બીજી બેંકમાં ખો આપી ખાતા ખોલવામાં કરાતા ઠાગાઠૈયા

હળવદ : રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સીધી જ પોતાના ખાતામાં જમા થાય તે માટે વિદ્યાર્થીઓને બેંકમાં ખાતા ખોલાવા પડતા હોય છે. ત્યારે હળવદની બેંકોમાં વિદ્યાર્થીઓને લઈ વાલીઓ શિષ્યવૃત્તિના ખાતાઓ ખોલાવવા જાય તો એક યા બીજી બેંક ના અધિકારીઓ ધક્કાઓ ખવડાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે જેના પગલે ખાતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

હાલમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃતિ બેંક ખાતામાં જમા થશે એવા નિયમ સાથે વિદ્યાર્થીઓને ફરજીયાત ખાતાઓ ખોલાવવા પડે છે. આ બાબતે બેંકોમાં પોતાના આધાર પુરાવા લઈ વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ધક્કા ખાઈ રહ્યા છે. હળવદની બેન્કો પોતાના નિયમ બનાવીને અલગ અલગ વિસ્તારના ખાતાઓ ચોક્કસ એક જ બેન્કમાં ખોલશે તેઓ નિયમો બનાવેલા છે જેથી વાલીઓ જ્યારે ખાતા ખોલાવવા જાય છે તેણે એક બેંકમાંથી બીજી બેંકમાં ચલક ચલાણું કરતા હોય તેમ બેંકના અધિકારીઓ વિદ્યાર્થીઓ અને વાલીઓને અવારનવાર ધક્કા ખવડાવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

- text

આ બાબતે વિદ્યાર્થીઓને ખાતા ખોલાવવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. બેંક અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ ન મળતો હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં થઈ રહી છે તેમજ બેંકના અધિકારીઓ ખાતા ખોલાવવા બાબતે ગેરવર્તન કરતા હોય છે જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓને ખાતા ખોલવા માટે ભારે તકલીફો પડે છે ત્યારે બેંકોના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ખાતા ખોલાવવા માટે સગવડતા કરે તેવી વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં માંગ ઉઠવા પામી છે.

- text