હળવદ તાલુકામાં સૌથી વધુ ભાવફેરની રકમ ચુકવતી સરંભડા દુધ ઉત્પાદક મંડળી

- text


સુરસાગર ડેરીએ સરંભડા દુધ મંડળીને ભાવફેર પેટે ચુકવ્યા રૂ.૩૭.૪પ લાખ : સરંભડા દુધ ઉત્પાદક મંડળીએ રૂ.પ લાખના વધારા સાથે ૪ર.પ૧ લાખ ચુકવતા પશુપાલકોમાં છવાયો આનંદ

હળવદ : હળવદ તાલુકાના સરંભડા ગામની દુધ ઉત્પાદક મંડળીમાં રપ૦થી વધુ દુધ ઉત્પાદકો રોજનું ૩૩૦૦ લીટરથી વધુ દુધ સંપાદન કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ જિલ્લા દુધ સંઘ દ્વારા ભાવફેર પેટે રૂ.૩૭.૪પ લાખ શ્રી સરંભડા દુધ ઉત્પાદક મંડળીને ચુકવવામાં આવ્યા હતા જેમાં સરંભડા દુધ ઉત્પાદક મંડળી દ્વારા દુધ ઉત્પાદકોને રૂ.પ લાખના વધારા સાથે રૂ.૪ર.પ૧ લાખ ચુકવવામાં આવતા પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે.

- text

સુરેન્દ્રનગર જિલ્લા દુધ ઉત્પાદક સંઘ સંચાલિત સુરસાગર ડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર પેટે રૂ.૮૦.૧ કરોડ ચુકવવામાં આવ્યા છે. જેમાં હળવદ તાલુકાની ૮૮ દુધ મંડળીઓને રૂ.૮.૬૦ કરોડ ચુકવવામાં આવ્યા હોય ત્યારે હળવદના સરભંડા ગામની દુધ ઉત્પાદક મંડળીને રૂ.૩૭,૪પ,૭ર૩ મળેલ રકમમાં વધારો કરી મંડળીના પ્રમુખ દેવશીભાઈ દોરાલા અને મંત્રી ભીમાભાઈ દોરાલા દ્વારા દુધ મંડળીના રૂપિયા પ,૦૬,૧૯૩ મળી કુલ રૂ. ૪ર.પ૧ લાખ દુધ ઉત્પાદકોને ચુકવણી કરાતા પશુપાલકોમાં આનંદ છવાયો છે. તો સાથોસાથ હળવદ તાલુકામાં સૌથી વધુ ભાવફેર ચુકવનાર સરંભડા દુધ મંડળી હોવાનું પ્રમુખ દેવશીભાઈ દોરાલાએ જણાવ્યું હતું.

- text