મોરબીની નવયુગ સ્કૂલનો વિદ્યાર્થી વોઇસ ઓફ ગુજરાતના ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યો

- text


કલામહાકુંભમાં તાલુકા કક્ષાએ પણ નવયુગનો દબદબો : ૭ વિધાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

મોરબી : મોરબીની નવયુગ સ્કૂલનો વિદ્યાર્થી ચંદુ રાઠોડ વોઇસ ઓફ ગુજરાતના ફાઇનલ રાઉન્ડમાં પહોચ્યો છે. આ ઉપરાંત ૭ વિદ્યાર્થીઓએ કલા મહાકુંભમાં તાલુકા કક્ષાએ ઝળકયા છે.

તીર્થ સ્ટુડિયો આયોજિત વોઇસ ઓફ ગુજરાતના ફાઇનલના ફર્સ્ટ રાઉન્ડમાં મોરબીની નવયુગ સ્કૂલના વિદ્યાર્થી ચંદુ રાઠોડની પસંદગી થઈ છે. જેમાં નિર્ણાયક તરીકે લલિતાબેન ઘોડાદ્રા અને ફરીદા મીર જેવા નામાંકિત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. સેમિફાઇનલ રાઉન્ડમાં ચંદુને ૧૨૦ ગુણમાંથી ૧૧૭ જેટલા ગુણ મળ્યા હતા.

- text

આ ઉપરાંત નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાની કલા મહાકુંભમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં સોલો એક્ટિંગમાં શાળાના પ્રિન્સ પટેલે પ્રથમ, ખુશી ડાંગરે દ્વિતીય અને રિયા કાસુન્દ્રાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. વાદન વિભાગમાં ઓમ બરાસરાની હાર્મોનિયમમાં, ખુશાલ રૈયાણીની તબલામાં અને અવની ગૌસ્વામીની ગાયનમાં પસંદગી થઈ છે.

શાળાના આ તમામ વિદ્યાર્થીઓને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા તેમજ નવયુગ પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

- text