મોરબી : ટ્રક હડતાળને પગલે ગેસ એગ્રીમેન્ટમાં રાહત માંગતું સિરામિક એસોસિએશન

- text


ગુજરાત ગેસ કંપની દ્વારા રાહત આપવાના અણસાર : સાંજ સુધીમાં નિર્ણય

મોરબી : ટ્રક હડતાળને કારણે મોરબીના સીરામીક ઉદ્યોગને ૨૮૦ કરોડથી વધુની નુકશાન જવાની દહેશત વચ્ચે પ્રોડક્શન બંધ થઈ જતા સીરામીક એસોસિએશન દ્વારા ગુજરાત ગેસ કંપનીને રજુઆત કરી એગ્રીમેન્ટમાં રાહત આપવા માંગણી કરી છે. બીજી તરફ ગુજરાત ગેસ દ્વારા સીરામીક એસોસિએશનની માંગણી પ્રત્યે હકારાત્મક વલણ અપનાવ્યું છે અને સાંજ સુધીમાં મોટી રાહતના સંકેતો આપ્યા છે.

મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ગુજરાત ગેસ કંપની ગાંધીનગરને રજુઆત કરતા જણાવ્યું છે કે હાલમાં સમગ્ર ભારતમાં છેલ્લા પાંચ દિવસથી ટ્રક હડતાલ ચાલે છે. જેના કારણે અત્યારે અમારી કંપનીમાં રો મટીરીયલની સપ્લાય બંધ છે, અને રો-મટીરીયલ ન હોવાના કારણે હાલ મોરબીના સીરામીક એકમોને પ્રોડકશન બંધ કરવું પડે તેમ છે.

આ ઉપરાંત હાલમાં લોડીંગ પણ બંધ હોય દરેક ફેક્ટરીમા માલ રાખવાની જગ્યા ના હોય પ્લાન્ટ ફરજીયાત શટ ડાઉન કરવો પડે તેવી પરિસ્થિતિ છે પરંતુ ગુજરાત ગેસમાંથી સપ્લાય થતા ગેસની અમો વપરાશ કરી શકતા નથી MGO મુજબ આ ગેસ અમોએ ફરજીયાત પણે વાપરવો પડે છે. પરંતુ અત્યારે ટ્રાન્સપોર્ટ હડતાલના કારણે અમારે અમારી કંપની બંધ કરવી પડે તેમ હોવાથી આ MGO માં આ કવાટરમાં ગેસ વપરાશ શક્ય નથી,

- text

જેથી આ કવાટરમાં MGO માં કોઈ પણ પ્રકારનો ચાર્જ ન લાગે તેવી વ્યવસ્થા કરી આપવા સીરામીક એસોસિએશન મોરબી દ્વારા ગુજરાત ગેસ કંપનીને વિનંતી કરવામાં આવી છે.

આ મામલે ગુજરાત ગેસ કંપનીના સતાવાર અધિકારીએ જણાવ્યું હતું કે ગેસ કંપની ઉદ્યોગકારોની મુશ્કેલી સમજી શકે છે અને ગાંધીનગર ટોચના અધિકારીઓ પાસે ઉદ્યોગકારોને રાહત મળે તેવા પગલાં વિચારમાં આવી રહ્યા છે અને સાંજ સુધીમાં નિર્ણય આવી જનાર હોવાનું તેમને ઉમેર્યું હતું. જો કે mgo કવાટરમાં જન્માષ્ટમી રાહત આપવામાં આવનાર હોવાનું જણાવી હાલના તબકકે અન્ય રાહત આપવા કંપની દ્વારા વિચારણા ચાલી રહી હોવાનું સતાવાર રીતે જણાવ્યું હતું.

વધુમાં મોરબીની ફેકટરીઓ આજકાલમાં જ બંધ થનાર હોય ગુજરાત ગેસ કંપની દ્વારા આ પ્રશ્ને લેખિતમાં જવાબ આપવા પણ એસોસિએશન દ્વારા માંગ ઉઠવાઈ છે.

cera

- text