હળવદના માનસર નજીક મોટર સાયકલ સ્લીપ થતા એકનું મોત

- text


અન્ય ઈજાગ્રસ્ત યુવાનને સુરેન્દ્રનગર ખસેડાયો : પરિવારજનોમાં શોકની લાગણી

હળવદ : હળવદ તાલુકાના માનસર ગામ નજીક આવેલ ગોલાઈમાં મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા અકસ્માત થયો હતો. જેમાં હળવદના એક યુવાનનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. જયારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા હળવદની સરકારી હોÂસ્પટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરાયા હતા.

જાણવા મળતી વિગતો મુજબ આજે રાત્રીના ૧૦.૪૦ વાગ્યાના અરસામાં ચરાડવાથી હળવદ આવી રહેલા બે યુવાનોને અકસ્માત નડયો હતો. જેમાં માનસર ગામ નજીક આવેલ ગોલાઈમાં મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા ચંદુભાઈ માવજીભાઈ મોરી (વાળંદ) (ઉ.વ.૩ર) રહે. લાંબી ડેરી, ભવાનીનગર વાળાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજયું હતું. જયારે મોટર સાયકલમાં સવાર દિનેશભાઈ ઢવાણીયા (રહે. ભવાનીનગર)ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હળવદની સરકારી હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબ ડો.કૌશલ પટેલ દ્વારા પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરાયા હતા. જાકે આ અકસ્માતમાં બાઈક સ્લીપ થવાથી એક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત આંબી ગયું હતું. આ અકસ્માતના પગલે હળવદ પોલીસના બીટ જમાદાર હરેશભાઈ ચાવડા દોડી આવી મૃતકની લાશને પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પીટલ ખાતે મોકલી અપાયો હતો. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

- text

- text