જસાપર ગામની પ્રા.શાળાના છાત્રએ જવાહર નવોદયની પરીક્ષામાં મેદાન માર્યું

માળીયા : માળિયા તાલુકાના જસાપર ગામની શુક્રમણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ જવાહર નવોદયની પરીક્ષામાં મેદાન માર્યું છે. અતિ કઠિન ગણાતી આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને વિધાર્થીએ શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

જવાહર નવોદાય વિદ્યાલયાની ધોરણ ૬ની પ્રવેશ પરિક્ષામા માળિયા તાલુકાની શુક્રમણી પ્રા.શાળા જસાપરના વિદ્યાર્થી ચાવડા વિરાજ રમેશભાઈએ પાસ થઈ ને શાળા તથા જસાપર ગામનું ગૌરવ વધાર્યું છે.જે બદલ શાળાનાં આચાર્ય અશ્વિનભાઈ આહીર વિરાજ અને શાળા સ્ટાફને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે. ઉલ્લેખનીય છે કે વિરાજે બાલચડી સૈનિક શાળાની પરિક્ષા પણ પાસ કરેલ હતી.