અંતે મોરબી જિલ્લામાં શાળા મર્જ કરવાનો નિર્ણય સ્થગિત

- text


જિલ્લા વિકાસ અધિકારીએ કાર્યાલય આદેશ કરી શાળા મર્જ કરવાના નિર્ણયને સ્થગિત કર્યો

મોરબી : મોરબી જિલ્લામાં ધોરણ ૬ અને ૭ માં ઓછા વિદ્યાર્થી ધરાવતી શાળાઓ મર્જ કરવા લેવાયેલ ઓચિંતા નિર્ણય અંગે મોરબી અપડેટમાં આવેલા અહેવાલને પગલે હાલતુર્ત મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ શાળા મર્જ કરવા અંગેનો નિર્ણય સ્થગિત કરી દેવાનો હુકમ કર્યો છે.

ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓને મર્જ કરવાના નિર્ણય બાદ આજે જિલ્લા વિકાસ અધિકારીએ ખાસ કાર્યાલય આદેશ જારી કરી શાળા મર્જ કરવાના નિર્ણયને સ્થગિત કર્યો હોવાનું સતાવાર સુત્રો જણાવી રહ્યા છે.

જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ ૧ થી ૭ ની પ્રાથમિક શાળાઓ કે જેમાં ધોરણ ૬ અને ૭ ની કુલ સંખ્યા ૧૫ કે તેથી ઓછી હોય તેવી શાળાઓમાં ધોરણ ૬ અને ૭ ને મર્જ કરી નજીકની ધોરણ ૬ થી ૮ ની પૂર્ણ શાળામાં કરવા ઠરાવવામાં આવેલ જેનેધ્યાનમાં રાખી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ તથા બાળકોનું સારું શિક્ષણ તેમજ શિક્ષકોને પણ ઓછામાં ઓછું ડિસ્ટર્બન્સ થાય તે બાબત ધ્યાને રાખી જે તે તાલુકાની ધોરણ ૧ થી ૭ ની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ અને ૭ ના વર્ગ મર્જ કરવાનું નક્કી કરવામાં આવેલ હતું.

- text

વધુમાં ઉપરોક્ત સંદર્ભ ૧ અને ૨ ધ્યાનમાં રાખી સંદર્ભ ૨ ના રોજકામથી નક્કી થયા મુજબ મોરબી જિલ્લામાં ૩૬ શાળાઓમાં ધોરણ ૬ અને ૭ ના વર્ગો મર્જ કરવાનો સુધારા આદેશ કરવામાં આવેલ હતો જે અંગે નો વિસ્તૃત અહેવાલ મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થતા હડકંપ મચી ગયેલ હતી.

દરમિયાન આ મામલે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત મોરબીના સંદર્ભ ૫ મુજબના પત્રથી સંદર્ભ ૪ મુજબ આપવામાં આવેલ આદેશની કાર્યવાહી અત્રેની કચેરી દ્વારા બીજી સુચના આપવામાં ન આવે ત્યાં સુધી હાલ પૂરતો સ્થગિત રાખવાનો આદેશ કરવામાં આવે છે. જેથી હાલ પૂરતો શાળા મર્જ કરવાનો નિર્ણય પડતો મુકવામાં આવ્યો છે.

- text