મોરબીના પાડાપુલ નીચેના કોઝવે ઉપર વાહન વ્યવહાર પ્રતિબંધિત કરતું જાહેરનામું અમલી

- text


કોઝવે પુલના એપ્રોચની કામગીરી શરૂ કરાતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહનોની અવરજવર બંધ કરવાઈ

મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં અવર જવર માટે પાડાપુલની નીચે બનાવાઈ રહેલ કોઝવેના એપ્રોચની કામગીરી શરૂ કરવામાં આવતા અધિક જિલ્લા કલેકટર દ્વારા આ માર્ગ પરથી વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ લાદતું જાહેરનામું અમલી બનવાયું છે.

મોરબી શહેરમાંથી સામાકાંઠા વિસ્તારમાં અવર-જવર માટે પાડાપુલની નીચે વધુ એક કોઝવે બનાવવામાં આવી રહ્યો છે ત્યારે આ પુલના એપ્રોચની કામગીરી ચાલતી હોય આ કામગીરીમાં વાહનો અવરોધરૂપ બની રહ્યા છે.

- text

જેથી નટરાજ ફાટક પાસેના પાડાપુલ નિચેના રસ્તા(ડાયવર્ઝન) ઉપરથી તમામ પ્રકારના વાહનો તા.૦૯/૦૮/૨૦૧૮ સુધી પસાર થઇ અવર-જવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના પત્ર અને પોલીસ અધિક્ષક-મોરબીના અભિપ્રાય મુજબ કેતન પી.જોશી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ-મોરબી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) બી અન્વયે મળેલ સત્તાની રુએ જાહેરનામું બહાર પાડી અહીંથી વાહનોની અવર જવર બંધ કરવા આદેશ કર્યો છે. આ આદેશનો ભંગ કરનાર વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિય-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષા પાત્ર પગલાં લેવાશે.

- text