વાંકાનેર પંથકમાં વધુ એક દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

- text


વાંકાનેર : વાંકાનેર પંથકમાં નાળિયેરી વિસ્તારની આજુબાજુમાં દેશી દારૂની ફેક્ટરી ધમધમતી હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. ત્યારે આજે મોરબી જિલ્લા એલસીબીએ વધુ એક દારૂ બનાવતી ફેકટરી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વાંકાનેર તાલુકામાં આવેલ સતાપર ગામની સીમમાં વજુભાઈ સોડાભાઈ કોળી રહે. નાળીયેરી વાળો પોતાની વાળી પાસે આવેલ ખરાબામાં દેશી દારૂ બનાવવાની ભઠી ચલાવતો હોય તેવી ખાનગી રાહે બાતમી મળતા મોરબી જિલ્લા એલ. સી. બી. દ્વારા ત્યાં રેડ કરતા દેશી દારૂ બનાવવાના આથા નાં બેરલ નંગ ૧૫ જોવા મળેલ જેમાં કુલ ૩૦૦૦ લીટર આથો હતો જેની કિંમત રૂપિયા ૬૦૦૦ ગણી તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

- text

આ કામના આરોપી વજુભાઈ સોડાભાઈ કોળી અને હસુભાઈ પાંચાભાઈ કોળી દરોડા દરમિયાન મળી આવ્યા ન હોય તેઓની સામે ફરિયાદ દાખલ કરીને તેઓની અટકાયત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

 

- text