૧૫ દિવસમાં હળવદ પથંકમાથી ત્રણ શખ્સો હથીયાર સાથે ઝડપાયા

- text


માથક ગામેથી સતત બીજા દિવસે દેશી બંદુક સાથે એક શખ્સ ઝડપાયો

હળવદ : હળવદ પથંમા ગેરકાયદે ફટાકડીઓ રાખવના સોખીનો વધી ગયા હોયતેમ માત્ર ૧૫ દિવસના જ ટુકાગાળા ત્રણ શખ્સો ને દેશી બંદૂક સાથે ઝડપી લીધા હોવાનું પોલીસ ચોપડે નોધાયુ છે ત્યારે હળવદ પોલીસ ના ઈન્ચાર્જ પી.આઈ આઈ.એમ કોઢીંયા ના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હતા તે અરસામાં વસંતભાઈ વધેરા, ગંભીરસિહ ,અરજણભાઈ ભરવાડ સહિતનાઓ ને મળેલ ચોક્કસ બાતમીના આધારે હળવદના માથક ગામે છાપો મારતા ગામની શાળા પાસેથી આરોપી રામજી કરસનભાઈ ચાવડાજાતે રાજપુતઉ.વ ૩૫ રહે. માથક ગામ વાળાને ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે લાયસન્સ વગર દેશી બનાવટની મઝલોડ સીંગલ બેરલ નાનો ટુકડો બંદુક નંગ-૧ કિંમત રૂ.૧,૦૦૦ના મુદામાલ સાથે મળી આવતા આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબ હળવદ પોલીસ મથકે લાવી ગુન્હો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ હજુ ગઈ કાલેજ જીલ્લા એસ.ઓ.જી ટીમ દ્વારા આજ માથક ગામેથી એક શખ્સ ને દેશી બંદૂક સાથે ઝડપી લેવાયો હતો ત્યારે આજે હળવદ પોલીસ ના હાથે આજ એજ ગામેથી એક શખ્સ ને હથીયાર સાથે ઝડપી પાડવામાં સફળતા સાપડી છે.

- text

- text