ભારત ભ્રમણમાં નીકળેલી વિશ્વશાંતિ રથયાત્રાનું બુધવારે મોરબીમાં આગમન

- text


તામિલનાડુના કૃષ્ણગીરી પાર્શ્વ પદ્માવતિ તીર્થધામ આયોજિત રથયાત્રા ૩૨૧ દિવસમાં ૨૧ રાજ્યોનું પરિભ્રમણ કરશે

મોરબી : ભારતભ્રમણ માટે નિકળેલી વિશ્વશાંતિ રથયાત્રાનું આગામી તા. ૪ને બુધવારના રોજ મોરબીમાં આગમન થશે. આ રથયાત્રાને શહેરના જૈન સંઘો દ્વારા વધાવવામાં આવશે. બાદમાં પ્લોટ દેરાસર ખાતે રાત્રી રોકાણ કરીને રથયાત્રા મોરબીથી રવાના થશે.

તામિલનાડુ રાજ્યની ધન્યધરા પર જગ જયવંત કૃષ્ણગીરી પાર્શ્વ પદ્માવતિ તીર્થધામ ખાતે વિશ્વના સર્વપ્રથમ ૪૨૧ ફૂટ ઊંચા શિખરબંધ જિનાલયનું નિર્માણ થઈ રહેલ છે. જેનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા ૩ થી ૧૧મી ફેબ્રુઆરી ૨૦૧૯ દરમિયાન યોજાનાર છે. જે અંતર્ગત વિશ્વશાંતિ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા ૩૨૧ દિવસ સુધી ૨૧ રાજયોમાં ફરશે.

- text

સમાજ અને રાષ્ટ્ર ઉત્થાનના પાવન જનકલ્યાણકના ઉદેશથી ભારત ભ્રમણે નીકળેલી વિશ્વશાંતિ રથયાત્રાનુ આગામી તા.૪ને બુધવારના રોજ મોરબીમાં આગમન થશે. ત્યારે શહેરના વિવિધ સંઘો દ્વારા આ રથયાત્રાને વધાવવામાં આવશે. સાંજે ૪ કલાકે રથયાત્રા પ્લોટ દેરાસર ખાતે પધારશે. રાત્રે ૧૨ સુધીમાં દિવ્ય કળશ ભાવિકોએ ઘરે પધરાવી ૧૨ નવકાર ગણી પરત કરવાનો રહેશે. પ્લોટ દેરાસર ખાતે રાત્રી રોકાણ બાદ આ રથયાત્રા રવાના થશે.

- text