મોરબીની પીજી પટેલ કોલેજના છાત્રો જ્યોતિ સીએનસી અને બાલાજી વેફર્સની મુલાકાતે

રાજકોટની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લઈને છાત્રોએ મહત્વનું માર્ગદર્શન મેળવ્યું

મોરબી : મોરબીની પી.જી. પટેલ કોલેજના બીબીએના વિદ્યાર્થીઓએ સહ અભ્યાસિક પ્રવૃત્તિના ભાગરૂપે રાજકોટની જ્યોતિ સીએનસી અને બાલાજી વેફર્સ કંપનીની મુલાકાત લીધી હતી. જેમાં છાત્રોએ કંપનીના તમામ વિભાગો વિશેની મહત્વની માહિતી મેળવી હતી.

મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા પી જી પટેલ કોલેજના છાત્રોએ રાજકોટની જ્યોતિ સી.એન.સી કંપની અને બાલાજી વેફર્સ કંપનીની મુલાકાત લીધી હતી જેમાં છાત્રોએ કંપની મેનેજમેન્ટ, પ્રોડક્શન મેનેજમેન્ટ, ફાયનાન્સ મેનેજમેન્ટ અને માર્કેટિંગ મેનેજમેન્ટ વગેરે જેવી ઉપયોગી માહિતી મેળવી હતી બંને કંપનીના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક મેનેજમેન્ટના પાઠ શીખવવામાં આવ્યા હતા.

આ વિઝિટમાં કોલેજના એચ.ઓ.ડી હેમાંગભાઈ ઠાકર અને ઇશાબેન ત્રિવેદી વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા. આ વિઝીટને સફળ બનાવવા માટે કોલેજમાં ટ્રસ્ટી દેવકરણભાઈ અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.