મોરબીમાં ઓપન સૌરાષ્ટ્ર કચ્છ ઇન્ટર સ્કૂલ બાસ્કેટબોલ ટૂર્નામેન્ટ સંપન્ન

- text


અંડર ૧૪માં સેન્ટ મેરી સ્કૂલ અને અંડર ૧૯મા ગાંધીધામની ગોલ્ડન ઈગલે બાજી મારી

મોરબી : ઇન્ટર ડ્રિસ્ટિકટ સ્કૂલ બાસ્કેટબોલ ચેમ્પીયનશીપ ૨૦૧૮ અને સેન્ટ મેરી સ્કૂલ યંગ ઇન્ડિયા ગ્રૂપના સંયુક્ત ઉપક્રમેં ઓપન સૌરાષ્ટ્ર કચ્છ ઇન્ટર સ્કૂલ બાસ્કેટબોલ ટૂર્નામેન્ટનું આયોજન મોરબી સેન્ટ મેરી સ્કૂલ ખાતે ખાતે કરવામા આવ્યું હતુ.આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી રાજકોટ, મોરબી ,જામનગર ગાંધીધામ ,ગોંડલ ,વાકાનેર વગેરેની ટીમોએ ભાગ લીધેલ. જેમાં ભાઈઓ અંડર ૧૪માં સેન્ટ મેરી સ્કૂલ અને જામનગર વચ્ચે ફાઇનલ રમાયેલ જેમાં સેન્ટ મેરી સ્કૂલ ચેમ્પિયન થયેલ અને સેન્ટ ફ્રાન્સિસ જામનગર રનર-અપ થયેલ હતી.

તે જ રીતે અંડર-૧૯ ભાઈઓ ગોલ્ડન ઇગલ ગાંધીધામ અને રાજકોટ એસએનકે વચ્ચે ફાઇનલ રમાયેલ જેમાં ગાંધીધામની ગોલ્ડન ઇગલ ચેમ્પિયન થયેલ. રનર્સ-અપ રાજકોટની એસએનકે સ્કૂલ રહેલ આ સ્પર્ધામાં સેન્ટ મેરી સ્કૂલનો મહત્વનો ફાળો રહેલો જેમાં રહેવા જમવા અને ગ્રાઉન્ડ ની સુવિધા પૂરી પાડેલ. યંગ ઇન્ડિયા ગ્રુપ સ્પોન્સર તરીકે યોગદાન આપેલ આ ટુર્નામેન્ટમાં ભાઈઓમાં અંડર ૧૪ બેસ્ટ પ્લેયર તરીકે મોરબીના મૌલિક વાઘેલા તેમજ બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જામનગરના કલ્પેશ સવાસરિયાની પસંદગી થઇ હતી.

- text

અંડર ૧૯ બેસ્ટ પ્લેયર દશરથ જાડેજા રાજકોટ તેમજ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ગાંધીધામના પ્રિન્સ ચૌરસિયાની પસંદગી થયેલ. જેઓને સેન્ટ મેરી સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર ડેવીસ તેમજ યંગ ઇન્ડિયા ગ્રૂપના જીતુભાઈ રબારીના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવેલ. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા સેન્ટ મેરી સ્કૂલના પીટી પીચર બસીરભાઇ સુમરા સેબેસ્ટિયન જય જોસેફ ઓમેન મુસ્તાક સુમરા તેમજ સ્કૂલના સ્ટાફ નુ યોગદાન રહેલ છે.

- text