મોરબીની છાત્રા બીએમાં અંગ્રેજી વિષય સાથે યુનિવર્સિટીમાં દ્વિતિય સ્થાને

- text


મોરબી : મોરબીની આર.ઓ.પટેલ કોલેજની વિદ્યાર્થીની માનસેતા દિશા કાંતિલાલ એ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં બીએમાં અંગ્રેજી વિષય સાથે દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી કોલેજ, શહેર તેમજ રઘુવંશી સમાજનું ગૌરવ વધારેલ છે. તેમજ તાજેતરમાં જ લેવાયેલી બી.એડ.ની પ્રવેશ પરિક્ષામાં પણ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ૧૫મું સ્થાન અને જનરલ કેટેગરીમાં ૧૧મું સ્થાન પ્રાપ્ત કરેલ છે જે નોંધનીય બાબત છે.
આ સફળતા વિશે દિશા વધુમાં જણાવે છે કે દરરોજનું કાર્ય નિયમિત પૂરુ કરી લેવાની આદત અને અભ્યાસ પર સતત ધ્યાન કેન્દ્રિત હોય તો કોઈપણ વિદ્યાર્થી પોતાના ધાર્યા લક્ષ સુધી આસાનીથી પહોંચી શકે છે. દિશા પોતાની સફળતાનો શ્રેય વિશે વાત કરતા કહે છે કે તેને અભ્યાસમાં ઘરેથી પરિવારની મદદ પણ ખૂબ મળી રહેતી. માતા-પિતા અને ભાઇ બધા શિક્ષકો હોવાથી ભણવામાં સતત માર્ગદર્શન મળતું રહે છે. આ ઉપરાંત આર.ઓ.પટેલ કોલેજના બધા પ્રોફેસરો પણ વિદ્યાર્થીઓને ખુબ પ્રોત્સાહિત કરે છે. આમ દિશાએ ધોરણ ૧૦ અને ૧૨ની જેમ કોલેજમાં પણ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી પરિવાર તેમજ સમગ્ર મોરબીનું ગૌરવ વધારેલ છે.

- text

 

- text