મોરબીની યુએન મહેતા આર્ટ્સ કોલેજમાં પ્રવેશોત્સવ ઉજવાયો

મોરબી : મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં પ્રિન્સિપાલ ડો.એલ.એમ કંઝારીયાના અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રવેશ મેળવનાર છાત્રોને કોલેજ વિશેની સંપૂર્ણ માહિતી સાથે વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

કોલેજમાં પ્રથમ વર્ષ બીએ સેમ-૧માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને આવકારતા પ્રા. કે.આર. દંગીએ કોલેજની પ્રાથમિક માહિતી આપવાની સાથે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અંગેની રસપ્રદ માહિતી આપી હતી. આ પ્રસંગે પ્રા. ડો. વારોતરિયા અને પ્રા. રાજપૂત દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી સૂચનો કરવામાં આવ્યા હતા. સાથે અભ્યાસ માટે સતત સભાન રહેવાનું સુચન પણ કરવામાં આવ્યું હતું.

અધ્યક્ષ સ્થાનેથી પ્રિન્સિપાલ ડો. એલ.એમ. કંઝારીયા દ્વારા સેમ.૧ના વિદ્યાર્થીઓને હરખભેર આવકારતા અનેક દ્રષ્ટાંતો દ્વારા ઉપયોગી સૂચનો આપવામાં આવ્યા હતા. ઉપરાંત રમત-ગમત અને એનસીસી તેમજ એનએસએસમાં જોડાવાનું આહવાન કર્યું હતું.