મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજમાં છાત્રોને શાસ્ત્રોક્ત પરંપરાથી અપાયો પ્રવેશ

પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની આરતી ઉતારી, કંકુ તિલક કરી ને મીઠું મો કરાવી આવકાર અપાયો

મોરબી : મોરબીની ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજમા આજ રોજ ધોરણ ૧૨ મા ઉતિર્ણ થયેલ વિદ્યાર્થીઓ કે જેમણે કોલેજ મા પ્રવેશ મેળવ્યો છે તેમને શાસ્ત્રોક્ત પરંપરા મુજબ પ્રવેશ આપવા મા આવ્યો છે.

આજ થી શરૂ થતા નવા શૈક્ષણીક સત્ર મા બી.કોમ., બી.બી.એ.,બી.સી.એ., એલ.એલ.બી. મા પ્રથમ વર્ષ મા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો ને કંકુ તિલક કરી, આરતી ઉતારી, પ્રસાદ દ્વારા મોં મીઠું કરાવી પ્રવેશ આપવા મા આવ્યો હતો. પ્રન્સિપાલ ધર્મેન્દ્ર ભાઈ ગડેશિયા એ વિદ્યાર્થીઓ ના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી.

આ તકે સંસ્થા ના ટ્રસ્ટી એન.એચ. જેઠવા, સુમંત ભાઈ પટેલ, ભવ્યદીપ સિંહ જેઠવા, પ્રિન્સિપાલ ધર્મેન્દ્ર ભાઈ ગડેશીયા, જયેશ ભાઈ મહેતા, વિમલ ભાઈ વરસાણી, ભરત ભાઈ વાણોલ, હીમાંશુ ભાઈ શેઠ, હાર્દીકભાઈ ઉદાણી, નિર્મિત કક્કડ, શિવમ જાની, ભગીરથસિંહ ઝાલા સહીત ના ઉપસ્થિત રહ્યા હતા.