મોરબીના કુલીનગરમાં એલસીબીનો સપાટો : જુગારના ત્રણ દરોડામાં ૩૧૮૫૦ રોકડ જપ્ત

- text


કુલીનગર જુગારનો અખાડો બન્યું ; વર્લી રમાડતા બે ઝડપાયા : તીનપતિ રમતા ચાર જુગારી ઝડપાયા

મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ કુલીનગર વિસ્તારમાં એલસીબીએ સપાટો બોલાવી જુગાર અંગેના જુદા – જુદા ત્રણ દરોડા પાડી ૩૧૮૫૦ ની રોકડ જપ્ત કરી જુગાર રમતા અને રમાડતા ૬ શખ્સોને ઝડપી લીધા હતા.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે વિશિપરા વિસ્તારમાં આવેલા કુલીનગરમાં સપાટો બોલાવી વર્લી મટકાનો જુગાર રમાડતા ગફાર અલીભાઈ અંબાલીને રૂ.૨૦૦૦ અને હાસમ મુસાભાઈ સુથા નામના વ્યક્તિને વર્લી મટકાના સાહિત્ય અને રૂ. ૧૪૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

- text

આ ઉપરાંત કુલીનગર -૨ માં રહેણાંક મકાનમાં દરોડો પાડી તીનપતિનો જુગાર રમતા કાસમ સુલેમાન દાવલિયા, અબ્દુલ કાદર સમા, તૈયબ ઇસ્માઇલ ખુરેશી અને હાજી ગુલામ દાવલિયાને રોકડા રૂપિયા ૨૮૪૫૦ સાથે ઝડપી લીધા હતા.

વધુમાં જુગારના આ ત્રણેય દરોડા મામલે એલસીબી પોલીસે બી ડિવિઝન પોલીસ મથકમાં વિધિવત ગુન્હો દાખલ કરાવ્યો હતો.

- text