મોરબીમાં નવકારની નિપુણતા અને નવયુગનો વિશ્વાસ CA અને CS ક્ષેત્રે નવો અધ્યાય રચશે

- text


ગુજરાતની નંબર વન નવકાર ઇન્સ્ટિટયૂટ અને મોરબીના પ્રખ્યાત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા CA અને CSના કોચિંગ કલાસીસ શરુ : ઉચ્ચ કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને ઘર આંગણે મળશે ગુણવત્તા યુક્ત કોચિંગ

મોરબી : મોરબીનું પ્રખ્યાત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ગુજરાતની નંબર વન નવકાર ઇન્સ્ટિટયૂટ સાથે મળીને CA અને CSના કોચિંગ કલાસ શરૂ કરવા જઈ રહ્યું છે. આમ નવકારની નિષ્ણાંતતા અને નવયુગના વિશ્વાસથી CA અને CS ક્ષેત્રે નવો અધ્યાય રચાશે. વિદ્યાર્થીઓને CA અને CSના કોચિંગ માટે દૂર સુધી લંબાવવું ન પડે તેવા આશયથી રવાપર રોડ પર નવયુગ ગ્રુપ નવું સોપાન શરૂ કરવા જઈ રહ્યું છે. જેના કારણે છાત્રોને ઘર આંગણે જ ગુણવત્તા યુકત કોચિંગ મળશે.

‘મોરબી અપડેટ’ સાથેની ખાસ વાતચીતમાં નવકાર ઇન્સ્ટિટયૂટના ફેકલ્ટી અને જાણીતા સીએ નિકુંજ અમલાણીએ જણાવ્યું કે નવકાર અમદાવાદ બેઇઝ ઇન્સ્ટિટયૂટ છે. જે ૧૯૯૭થી કાર્યરત છે. જ્યારે ગુજરાતમાં CA અને CS વિશે કોઈએ વિચાર્યું પણ ન હતું ત્યારે ૧૯૯૭માં નવકારે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કર્યું હતું. ૨૧ વર્ષમાં નવકારે ગુજરાતને અનેક CA અને CS આપ્યા છે. જેથી આજે ગુજરાતમાં નવકાર ઇન્સ્ટિટયૂટ અગ્ર સ્થાને છે.

નિકુંજ અમલાણીએ વધુમાં કહ્યું કે નવકાર ઇન્સ્ટિટયૂટ ૭૦ થી વધુ ફેકલ્ટી ધરાવે છે. તમામ ફેકલ્ટી CA અને CS છે. જ્યારે મેથ્સ જેવા સબ્જેક્ટ માટે સાયન્સની ફેકલ્ટી રાખવામાં આવી છે. બધી ફેકલ્ટી ૧૦ થી ૧૫ વર્ષ અનુભવી છે. CA અને CSનો અભ્યાસ ક્રમ અંગ્રેજીમાં હોય છે. ત્યારે આ અભ્યાસક્રમ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ભણાવવો પડકાર જનક હોય છે. ત્યારે નવકારની ફેકલ્ટી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં શીખવીને તેના અંગ્રેજીમાં જવાબ કેમ લખવા તે પણ શીખવે છે.

વધુમાં તેઓએ ઉમેર્યું કે કોમર્સના છાત્રોનું હાઈએસ્ટ અચિવમેન્ટ CA અને CSની ડીગ્રી છે. આમ જોવા જઈએ તો CA અને CS કોમર્સના ડોકટર છે. માર્કેટમાં CA અને CSની મોટી ક્રેડિટ છે. તેમની સાઈન થયા બાદ જ હિસાબો આગળ વધે છે. CA અને CS બન્યા બાદ અનેક ઉજ્જળી તકો છે. કંપની જોબ, બેંક જોબ તેમજ પ્રેક્ટિસ કરી શકાય છે. CA અને CS બન્યા બાદ જોબ માટે પેકેજ પણ ખૂબ મોટા મળે છે.

- text

નિકુંજ અમલાણીએ જણાવ્યું કે CA અને CSની કોઈ સ્કૂલ હોતી નથી. તેના માટે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. બાદમાં દિલ્હીથી પરીક્ષા લેવામાં આવે છે. CA અને CS નેશનલ લેવલના કોર્ષ છે. તેમાં પાસ થવા માટે જાતે ભણવુ પડે છે. અને ઇન્સ્ટિટયૂટ દ્વારા શીખવવામાં આવતા અભ્યાસક્રમનું અનુકરણ કરવુ પડે છે. CA અને CSનું રિઝલ્ટ ૫ ટકા જેવું કઠીન આવે છે. ત્યારે નવકાર ઇન્સ્ટિટયૂટનું રિઝલ્ટ ૭૦ થી ૭૫ ટકા જેવું આવે છે. જે એક મોટી સિદ્ધિ કહી શકાય.

જયારે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના કોમર્સ વિભાગના હેડ મનોજ વ્યાસએ જણાવ્યું કે મોરબી માટે આનંદની વાત છે કે શહેરમાં પ્રથમ CA અને CSનું કોચિંગ ઇન્સ્ટિટયૂટ શરૂ થવા જઈ રહ્યું છે. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાની શહેરને કાંઈક અલગ પીરસવાની ભાવનાથી આ શક્ય બન્યું છે. નવયુગ ગ્રુપના આ સોપાનથી ઉચ્ચ કારકિર્દી ઘડવા ઇચ્છતા મોરબીના વિદ્યાર્થીઓ માટે હવે ઘર આંગણે સારા કોચિંગ મળશે.

મનોજ વ્યાસે વધુમાં જણાવ્યું કે દર વર્ષે નવયુગ વિદ્યાલયના ૨૦ થી ૨૫ છાત્રો CA અને CSના કોચિંગ માટે નવકાર ઇન્સ્ટિટયૂટમાં જતા હતા. વિદ્યાર્થીઓને ઘરથી દૂર રહેવુ પડતું સાથે ફી ઉપરાંતનો અન્ય ખર્ચો પણ વધુ થતો હતો. ત્યારે મોરબીના વિદ્યાર્થીઓને ઘર આંગણે ઉત્તમ કોચિંગ મળી રહે તેવા આશયથી પી.ડી. કાંજીયા સાહેબે મોરબીમાં CA અને CSની કોચિંગ ઇન્સ્ટિટયૂટ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. આ કોચિંગ ઇન્સ્ટિટયૂટ રવાપર રોડ પર ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોરના ઉપરના માળે શરૂ કાર્યરત થશે.

ગુજરાતની નંબર વન નવકાર ઇન્સ્ટિટયૂટ અને મોરબીના પ્રખ્યાત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા મોરબીમાં શરૂ  કરવા આવેલા CA અને CSના કોચિંગ કલાસીસની વિશેષ ખાસિયત અને માહિતી માટે નીચેનો ઇન્ટરવ્યૂ જુઓ…

- text