મોરબીની આર.ઓ.પટેલ વુમન્સ કોલેજનું બી.કોમ સેમ- ૬ની પરીક્ષામાં ૯૬.૯૨ ટકા પરિણામ

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.કોમ સેમ ૬નું ૩૨.૧૪ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની આર.ઓ.પટેલ વુમન્સ કોલેજે ૯૬.૯૨ ટકા પરિણામ મેળવી દબદબો જાળવી રાખ્યો છે.

મોરબીની આર.ઓ. પટેલ વુમન્સ કોલેજની ૧૯૫ છાત્રાઓએ બી.કોમ સેમ ૬ની પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૮૯ છાત્રાઓએ ઉત્તીર્ણ થઈને શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.કોલેજમાં પ્રથમ આદ્રોજા કરૂણા હસમુખભાઈ એ ૩૫૧૯/૪૪૦૦, દ્વિતીત રાણપરા રૂપાલી ભરતભાઈએ ૩૪૯૨/૪૪૦૦, તૃતીય કંડિયા અવની મહેશભાઈએ ૩૪૯૦/૪૪૦૦, ચોથા ક્રમાંકે કવાડિયા ભાવિકા પ્રવિણભાઈએ ૩૪૬૮/૪૪૦૦ અને પાંચમા ક્રમાંકે પરમાર હિના દેવશીભાઈએ ૩૪૬૨/૪૪૦૦ માર્ક્સ મેળવ્યા છે.

સર્વે વિધાર્થીનીઓને કોમર્સ વિદ્યાશાખાના એચ.ઓ.ડી મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વ સ્ટાફગણ તરફથી વિધાર્થીનીઓને શૈક્ષણિક જગતમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી છે.