મોરબી ક્લોક એસો.ના પ્રમુખ શશાંકભાઈ દંગીનો આજે જન્મદિવસ

મોરબી : મોરબી કલોક એસોના પ્રમુખ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અને હંમેશા ઘડિયાળ અને નાના ઉદ્યોગ તેમજ લાતીપ્લોટની સમસ્યાના ઉકેલ માટે અસરકારક ભૂમિકા ભજવનાર શશાંકભાઈ દંગીનો આજે જન્મદિવસ છે.

મોરબી કલોક એસોસિએશનના પ્રમુખ શશાંકભાઈ દંગી યશસ્વી જીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરીને ૫૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે તેમના જન્મદિવસ પ્રસંગે ઠેર ઠેર થી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. શશાંકભાઈ દંગીનો જન્મ તા. ૦૬-૦૫-૧૯૬૮ ના રોજ થયો હતો અને આજે તેઓ પોતાના જીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરીને ૫૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. શશાંકભાઈ દંગી ઘડિયાળ ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિ તરીકે નામના મેળવવા ઉપરાંત તેઓ છેલ્લા ઘણા સમયથી કલોક એસોના પ્રમુખ તરીકેની ફરજ બજાવી રહ્યા છે ઘડિયાળ ઉદ્યોગનાપ્રશ્નોની સરકારમાં અસરકારક રજૂઆત કરી લોકહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવાની કુનેહ ધરાવે છે. તેઓ સામાજિક જવાબદારીમાં પણ હમેશા અગ્રેસર જોવા મળે છે. વિવિધ સોશ્યલ એક્ટીવીટી માટે તેઓ ખાસ સમય ફાળવે છે. ખાસ તેઓ મીડિયા ફ્રેન્ડલી છે તેમેજ મોરબી અપડેટના માર્ગદર્શક તરીકે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે આજે તેમના જન્મદિવસ પ્રસંગે કલોક એસોના સભ્યો, મિત્ર વર્તુળ, સ્નેહીજનો તેમજ ‘મોરબી અપડેટ’ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમના મોબાઈલ નં ૯૩૭૬૫ ૧૯૭૧૯ ઉપર આજે ઠેર ઠેર થી અભીનંદન મળી રહ્યા છે.