મોરબીમાં કાળઝાળ ગરમીમાં એસી ખરીદનારા માટે સોનેરી તક : ૭ મેથી ૧૯ મે એસી ફેસ્ટિવલ

- text


રવાપર રોડ પર આવેલા વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા મોરબી એસી ફીસ્ટીવલ – 2018નું ભવ્ય આયોજન

મોરબી : મોરબીમાં ૭ મેથી ૧૯ મે સુધી વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સ (રવાપર રોડ) દ્વારા ધમાકેદાર એસી ફેસ્ટિવલ શરૂ કરવામાં આવનાર છે જેમાં એક જ સ્થળે ૧૫ થી વધુ કંપનીના ૪૦ જુદા – જુદા મોડલો ગ્રાહકોને શ્યોર ગિફ્ટ સાથે મળી શકશે આ ઉપરાંત ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ એસીના મોડેલ પસંદ કરવામાં ટેક્નિકલ ટીમ હેલ્પફુલ થશે સાથે બબ્બે લક્કી ડ્રોનો લાભ અને 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ ગ્રાહકોને આપવામાં આવશે.

મોરબીના રવાપર રોડ પર આવેલ વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા મોરબીના ગ્રાહકરાજાઓ માટે એસી ફેસ્ટિવલ તા. ૭ મેથી શરૂ કરવામાં આવશે, આ પંદર દિવસના એસી ફેસ્ટિવલ દરમિયાન એસી ખરીદવા માંગતા ગ્રાહકોને અનેક ફાયદાકારક યોજનાઓના લાભ સાથે શ્યોર સ્ક્રેચકાર્ડનો લાભ આપવામાં આવશે.

એસી ફેસ્ટિવલ અંગે વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સના માલિક સનીભાઈ ગાઢિયાએ જણાવ્યું હતું કે હાલમાં કાળઝાળ ગરમીમાં એસી શોખ નહિ પણ જરૂરિયાત બની ગયું છે ત્યારે મોરબીવાસીઓની સેવામાં અમે ૧૫ દિવસનો એસી ફેસ્ટિવલ યોજ્યો છે જેમાં ગ્રાહકોને પોતાના ઘર – ઓફિસની જરૂરિયાત મુજબ કેવું એસી જોઈએ તે અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. વધુમાં તેઓએ ઉમેર્યું કે ફેસ્ટિવલ દરમિયાન ગ્રાહકોને ૧૫ અલગ અલગ કંપનીઓના ૪૦ થી વધુ મોડલ એક જ જગ્યાએ જોવા મળશે જેથી ગ્રાહકોને પસંદગીની વિશાળ તક મળશે.

- text

સનીભાઈ ગઢીયાએ ઉમેર્યું હતું કે ગ્રાહકોને સરળ ધીરાણ ઉપલબ્ધ કરવામાં આવશે અને ક્રેડિટ કાર્ડ ઉપર સ્પોટ ફાયનાન્સ કરી આપવાની સુવિધા છે. તેમજ એસી ફેસ્ટિવલમાં ગ્રાહકોને ખરીદી ઉપર ૨૫ થી ૩૦ ટકા જેટલા ડિસ્કાઉન્ટ સાથે વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા સ્ક્રેચ કાર્ડ અને બે અલગ અલગ લક્કી કૂપનનો લાભ મળશે જેમાં એક લક્કી કુપન દૈનિક ડ્રોમાં ત્રણ ભાગ્યશાળી વિજેતાને ઇનામોની વણઝાર લાવશે અને અંતિમ દિવસે યોજાનાર ડ્રોમાં મેગા ઇનામ ગ્રાહકોને આપવામાં આવનાર હોવાનું સનીભાઈએ અંતમાં જણાવ્યું હતું. ત્યારે આ કાળઝાળ ગરમીમાંથી મુક્તિ માટે એસી ખરીદવાનો વિચાર કરતા હોય કે આગામી સમયમાં એસી વસાવાનો પ્લાન હોય તો મોરબીવાસીઓને એસી ખરીદતા પેહલા ૭ મેથી ૧૯ મે સુધી રવાપર રોડ પર વી માર્ટની બાજુમાં આવેલા વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સમાં ચાલનારા મોરબી એસી ફીસ્ટીવલ – 2018ની એકવાર જરૂરથી મુલાકાત લેવી જોઈએ.

 

એ.સી. ખરદીનાર માટે ઉત્તમ તક સમાન આ એ.સી.ફેસ્ટિવલમાં શું ખાસ છે ?? શું ઓફરો છે ?? આ અંગે વિઆન્સ ઇલેક્ટ્રોનિકસના માલિક સનીભાઈ ગઢીયા સાથે ખાસ વાતચીત..

 

- text