ગરમીનો પ્રકોપ : મોરબી જિલ્લામાં પાંચમી સુધી રેડ એલર્ટ

- text


મોરબી જિલ્લાના તમામ અધિકારીઓને તકેદારી રાખવા કલેકટરની તાકીદ

મોરબી : આગામી તા.૫ ને શનિવાર સુધી રાજ્યભરમાં તાપમાનનો પારો ૪૫.૧ થી ૪૮.૫ ડીગ્રી સુધી પહોંચવાની આગાહી છે. જેથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે મોરબી જિલ્લા કલેક્ટરે તમામ અધિકારીઓને આ અંગે જાહેર તકેદારી રાખવાના સૂચનો કર્યા છે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં તા.૩ , ૪ અને ૫ ના દિવસોમા હિટવેવ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તા.૫ સુધી તાપમાન ૪૫.૧ થી ૪૮.૫ ડીગ્રી સુધી રહેવાની સંભાવના છે. જેના પગલે મોરબી કલેક્ટરે જિલ્લાના તમામ અધિકારીઓને પરિપત્રથી જાણ કરી રેડ એલર્ટ અંગે તકેદારીના પગલાં લેવાનો આદેશ કર્યો છે. ઉપરાંત નગરજનો જોગ મહત્વના સૂચનો જાહેર કર્યા છે.

- text

તા.૫ સુધીના હિટવેવને પગલે કલેક્ટરે તમામ અધિકારીઓને પરિપત્રથી જણાવ્યું હતું કે નગરજનોએ દિવસભરમાં ૬ થી ૭ લીટર પાણી પીવું, વધું પડતા તડકામાં બપોરે ૧૧ થી ૪ દરમિયાન બહાર ન નિકળવુ વગેરે જનજનગૃતિ ફેલાવવી. વધુંમાં હીટવેવના કારણે કોઈ પણ જાનહાની ન થાય તેનું ખાસ ધ્યાન રાખવુ. હીટવેવના કારણે કોઈપણ મૃત્યુ કે અકસ્માત નોંધાય તેવા સંજોગોમાં અત્રેના ડીઝાસ્ટર કંટ્રોલરૂમ ખાતે ૧૦૭૭ ઈમરજન્સી હોટલાઈન, ૨૪૩૩૦૦ લેન્ડલાઈન પર જાણ કરવાની રહેશે. હીટવેવને લગતી તમામ માહિતી જિલ્લા કક્ષાના હીટવેવ પ્લાનમાંથી મેળવી લેવાની રહેશે.

- text