વાંકાનેરના ઢુંવામાં સેક્સ રેકેટ ઝડપાયું : મુંબઈની લલનાને બોલાવી કરાતો હતો દેહ વ્યાપાર

વાંકાનેર પોલીસે લલના સહિત ચાર વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો : મુંબઈની લલના પોલીસ હવાલાતમાં

મોરબી : વાંકાનેર નજીક આવેલ ઢુંવા ગામે હોટલમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે છાપો મારી મુંબઈની લલના સહિત ચાર વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ઢુંવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શોખીનોને સુવિધા પૂરી પાડવા અહીં આવેલી એ.કે.હોટલમાં દેહ વ્યાપારના ગોરખધંધા ચાલતા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતા વાંકાનેર પોલીસે એ.કે.હોટલમાં દરોડો પાડી સેક્સ રેકેટ ઝડપી લીધું હતું.

આ દરોડામાં વાંકાનેર પોલીસે મુંબઈની સુમન નામની લલના, ઉપરાંત દેહ વ્યાપારના સોદા કરાવનાર દિનેશ પૂંજાજી, ચેતનસિંહ ઉર્ફે રવિ ભારતસિંહ ઉ. ૨૪ રે. અમદાવાદ તેમજ અંકુર ઉર્ફે રોહિત રે. અમદાવાદ નામના ત્રણેય દલાલ વિરુદ્ધ સેક્સ રેકેટ મામલે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.