ટંકારાના લજાઈ નજીક પેટ્રોલ પંપમાં નોકરી કરતા યુવાન પર ૩ શખ્સોનો હુમલો

- text


ટંકારા : ટંકારાના લજાઇ ગામ પાસે સિલ્વર પેટ્રોલ પંપમાં નોકરી કરતા યુવક પર ૩ શખ્સોએ ધારીયા વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવકે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે.

લજાઇ ગામ પાસે આવેલા સિલ્વર પેટ્રોલ પંપમાં નોકરી કરતા સલીમભાઈ આમદભાઈ સોઢા ઉ.વ.૩૨ રહે નશીતપર વાળાએ ફરિયાદમાં જણાવ્યું કે તેઓ પેટ્રોલ પંપમાં ફરજ પર હતા. તે વેળાએ નટુભાઈ મનજીભાઈ મકવાણા તથા તેના સંતાનો સોહિલ મકવાણા અને ધ્રુવ મકવાણાએ આવીને અપશબ્દો વાપરીને ડીઝલના વેચાણના પૈસા માગ્યા હતા. ફરિયાદીએ પૈસા ન આપતા તેઓએ પૈસા ઝૂંટવી લેવાની કોશિષ કરી માથામાં ધારીયાનો ઘા માર્યો હતો.

- text

બાદમાં સાહેદ અનવરભાઈ કુરેશી નામના વ્યક્તિ છોડાવવા જતા તેઓના માથામાં પણ લોખંડનો પાઇપ ફટકારવામાં આવ્યો હતો. ટંકારા પોલીસે આ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text