થાનગઢમાં આજથી ડો.લંકેશબાપુની શિવકથાનો પ્રારંભ

- text


બાંડિયાબેલી ગૌ શાળાના આંગણે મહારુદ્ર યજ્ઞનું પણ આયોજન: કથામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ સાંસદો , ધારાસભ્યોની ઉપસ્થિતિ રહેશે

મોરબી : થાનગઢના રૂપાવટી ગામે આજથી ૧૩મી સુધી જાણીતા શિવ કથાકાર પૂ.ડો. લંકેશ બાપુની શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે મહારુદ્રયજ્ઞ પણ યોજાનાર છે.કથા દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ સાંસદો અને ધરાસભ્યો સહિત અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિત રહેશે.

મહંત રામનાથગીરીબાપુ ગુરુ શિવપુરીગીરી ગૌરીબાપુ તેમજ બાંડિયાબેલી ગૌશાળા સેવક ગણ દ્વારા થાનગઢના રૂપાવટી ગામે આવેલી બાંડિયાબેલી દાદાની જગ્યામાં આજથી જાણીતા શિવ કથાકાર પૂજ્ય ડો લંકેશ બાપુ ની શિવ કથા તથા મહારુદ્ર યજ્ઞ નો પ્રારંભ થવા જઇ રહ્યો છે. બાંડિયાબેલી દાદા ગૌશાળાના લાભાર્થે આયોજીત શીવ કથા મુખ્ય યજમાન સ્વ.બચુભાઈ ભાઈશંકરભાઈ ઠાકર ના સ્મરણાર્થે ગાયત્રીપ્રસાદ બચુભાઇ ઠાકોર પરિવાર રહ્યા છે. શિવકથાનું કથા ચેનલ પર જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. દરરોજ રાત્રે સવારે ૯ થી ૧ દરમિયાન આ શિવ કથા યોજાનાર છે

- text

કથામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુખ્ય મહેમાન સ્વરૂપે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત નામદાર ઠાકોરસાહેબ બલભદ્રસિંહજી ઝાલા, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા, સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઈ ફતેપરા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઇ પટેલ, માજી મંત્રી જયંતીભાઈ કવાડિયા, માજી મંત્રી કિરીટસિંહ રાણા, વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ , સાંસદ શંકરભાઇ વેગડ, ગુજરાત રાજ્ય યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રાજુભાઈ ધ્રુવ, થાનગઢ પાલિકા પ્રમુખ વિજયભાઈ ભગત, થાનગઢ ભાજપ પ્રમુખ પ્રતાપભાઇ ખાચર, થાનગઢ તાલુકા પંચાયત પ્રમુખ કરમશીભાઈ રંગપુરા, થાન ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ કેતનભાઈ ખાચર અને થાનગઢ કોંગ્રેસ પ્રમુખ મંગળભાઈ ભગત ઉપસ્થિત રહેશે.

આ સાથે થાનગઢના વિવિધ સમાજના અગ્રણીઓ ડો.રસિકભાઈ ઠાકર, જસુભાઈ સોમપુરા, ગીરીરાજસિંહ ઝાલા, ડો.યોગેન્દ્ર રાણા, આલકુંભાઈ ભગત, શાંતુભાઇ ઘાધલ, ભુપતભાઇ શાહ, હસુભાઈ સોની, પ્રકાશભાઇ સોની, અમરશીભાઈ પ્રજાપતિ, ત્રિભુવનભાઈ મુળીયા ,જયંતીભાઈ આપા, વિનોદભાઈ નંદાણી, હરેશભાઈ કોટેચા , જીતુભાઈ પુજારા કરસનભાઈ અલગોતર, રઘુભાઈ અલગોતર ખોડાભાઈ આલ, મનસુખભાઈ ચાવડા, પ્રવિણભાઇ મિસ્ત્રી, રમેશભાઈ પનારા, ચતુરભાઈ ડાભી, બટુકભાઈ દૂધરેજિયા, આસનદાસ માણેકમોતી, રશ્મિકાંત માણેકમોતી અને ભુપતભાઈ ઢોળીયા સહિતના હાજરી આપશે. આ સાથે જાણીતા હાસ્ય કલાકાર શાહબૂદીન રાઠોડ તથા જગદીશ ત્રિવેદીની પણ હાજતી રહેશે.

 

- text