મોરબીમાં પ્રેમ સંબંધ મામલે યુવાનને ઝાડ સાથે બાંધીને ૧૦ શખ્સોએ ધોકાવ્યો

- text


પ્રેમિકાના પરિવારજનો સામે યુવાને અપહરણ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી

મોરબી: મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા યુવાન પર પ્રેમ સંબધનો ખાર રાખી તેનું અપહરણ કરી સીમમાં લઇ જઈ ત્યાં ઝાડ સાથે બાંધી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના માધાપર શેરી નં-૨૦માં રહેતા સુનીલ નવધણભાઈ ડાભીને તે જ વિસ્તારમાં રહેતા કાનજી રામજી પરમારની પુત્રી સાથે પ્રેમ સંબધ હોય જેનો ખાર રાખી નંદલાલ ઘનજીભાઈ પરમાર, મહાદેવ ઘનજીભાઈ પરમાર, વલ્લભ ધરમશીભાઈ હડીયલ,કે.કે. પરમાર અને બીજા ૮ થી ૧૦ અજાણ્યા શખ્સોએ તેનું ગઈકાલે વાવડી રોડ પરથી અપહરણ કરી ગોર ખીજડીયા ગામની સીમમાં નંદલાલ ઘનજીભાઈ પરમારની વાડીએ લઇ જવામાં આવ્યો હતો.

- text

સીમમાં કાનજી રામજી પરમાર સહિતના ૧૦ શખ્સોએ સુનીલને ઝાડ સાથે બાંધીને ધોકા અને રબ્બરના ટ્યુબ વડે મારી બંને પગમાં, હાથ અને શરીરે ઈજાઓ પહોંચાડી હતી. ઉપરાંત ગાળો દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે સુનીલે મોરબી એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text