મોરબીના વાવડી રોડ પર અકસ્માતમાં બાઈકચાલકનું મોત

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ગતરાત્રીના એક બોલેરો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇકચાલક યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે એ ડિવિઝન પોલિસે ગુન્હોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની મળતી વિગત મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ ભક્તિનગરમાં રહેતા રવિકુમાર મહીપતલાલ ભુવા નામનો યુવાન મંગળવારે રાત્રિના તેનું જીજે 3ડીજે 1160નમ્બરનુ બાઈક લઈને પસાર થતા હતા તે દરમિયાન કબીર આશ્રમ નજીક જીજે 36એફ 0451 નમ્બરની બોલેરો સાથે ટક્કર થતા બાઈક ચાલક રવિને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ મૃતકને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.બનાવની મૃતકના મામાના દીકરાએ બોલેરો ચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે અંગે પીએસઆઇ ડી.જે.ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text