ગુડ ન્યુઝ : મચ્છુ રિવર ફ્રન્ટ વિકસાવશે મોરબી નગરપાલિકા

- text


મચ્છુ રિવર ફ્રન્ટ પ્રોજેકટ માટે સસ્તા દરે લાંબા ગાળાની લોન ઓફર કરતું હુડકો : ટુક સમયમાં જ નગર પાલિકા અને હુડકોના અધિકારીઓ વચ્ચે બેઠક

મોરબી : મોરબીના મહત્વકાંક્ષી પ્રોજેકટ મચ્છુ રિવર ફ્રન્ટ ચાલુ વર્ષે હાથ પર લેવા મોરબી નગરપાલિકાએ નિર્ણય કર્યો છે એ માટે હુડકો દ્વારા સસ્તાદરે લાંબા ગાળાની લોન આપવા તૈયારી દર્શાવતા મચ્છુ રિવરફ્રન્ટને લઈ બંને સંસ્થાઓ માટે ટુક સમયમાં જ મિટિંગ યોજાશે.

જાણવા મળતી વિગતો મુજબ ચાલુ નાણાંકીય વર્ષમાં મોરબી પાલિકા દ્વારા મચ્છુ રિવરફ્રન્ટ પ્રોજેકટ શરૂ કરવા નક્કી કર્યું છે, આ માટે નગર પાલિકા દ્વારા હુડકોની નાણાકીય સહાયતા માંગવામાં આવતા હુડકોએ તત્પરતા દાખવી છે અને મોરબી પાલિકાને પત્ર લખી મોરબી નગરપાલિકા નદી વિકાસની યોજનાના અમલીકરણ માટે લોન સહાય ઓફર કરી છે.

- text

પ્રસ્તાવિત અને ચાલુ યોજનાઓના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, શહેરી સ્થાનિક સંસ્થાઓ, જાહેર ક્ષેત્રની સંસ્થાઓ, રાજ્ય સરકારના એસપીવી અને સરકાર ભારત વગેરે ગ્રાહક મૈત્રીપૂર્ણ વિકલ્પો સાથે ખૂબ સ્પર્ધાત્મક શરતો મુજબ પ્રોજેક્ટનો 90% હિસ્સો આપવાની ઓફર કરી લોનની રકમ તરીકે, વ્યાજની સસ્તા દરે લાંબા ગાળાની ચુકવણીની મુદત પૂરી પાડવામાં આવતી હોવાનું જણાવી ઘણા મ્યુનિસિપલ કોર્પોરેશન / અર્બન લોકલ બોડીઝે હુડકોની નાણાકીય યોજનાનો લાભ લીધો હોવાનું જણાવાયું છે.

વધુમાં પાલિકાના પ્રોજેક્ટ માટે સહાય બાબતે ઉપરોક્ત સંદર્ભમાં, મોરબી ખાતે એક સંયુક્ત બેઠક બોલાવવા જણાવી પ્રસ્તાવિત પ્રોજેક્ટ દરખાસ્ત અને નાણાંકીય પ્રસ્તાવની રચના અંગે ચર્ચા કરવા ચીફ ઓફિસરને જણાવાયું હોવાનું જાણવા મળ્યું છે.

 

- text