પ્રકૃતિનું જતન એજ પરમાત્માની ભક્તિ : ભાગવત કથામાં પ્રકૃતિ જતનની પહેલ

- text


રામોજી ફાર્મ ખાતે ચાલી રહેલી યુવા કથાકાર નિખિલ જોશીની ભાગવત સપ્તાહમાં વૃક્ષ પ્રેમી મંડળ દ્વારા પ્રકૃતિ અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો

મોરબી : મોરબીમાં રામોજી ફાર્મ ખાતે વૈદિક મહારુદ્ર યજ્ઞ સાથે જાણીતા યુવા કથાકાર નિખિલ જોશીની ભાગવત કથા ચાલી રહી છે. કથામાં પ્રકૃતિ જતન કરવાની પહેલ કરવામાં આવી રહી છે. ધાર્મિકતા ઉપરાંત પ્રકૃતિ અંગેની જાગૃતિ લાવવાની નેમ સાથે આયોજીત કથાને શ્રવણ કરવા દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો તેમજ પ્રકૃતિપ્રેમીઓ હાજર રહે છે.

રામોજી ફાર્મ ખાતે ગત તા. ૧થી પ્રકૃતિ જતન અંગે જાગૃતિ લાવવાના ઉમદા હેતુ થી મોરબીના યુવા કથાકાર નિખિલ જોશીની ભાગવત સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સપ્તાહના શ્રવણ અર્થે દરરોજ વિશાળ સંખ્યામાં ભાવિકો તેમજ પ્રકૃતિપ્રેમીઓ હાજર રહે છે. કથામાં ભગવાન શ્રીકૃષ્ણનો પ્રકૃતિ પ્રેમ વર્ણવીને લોકો પણ પ્રેકૃતિને પ્રેમ કરતા થાય તેવો અનુરોધ કરવામાં આવી રહ્યો છે.

- text

ભાગવત સપ્તાહના માધ્યમ થી મોરબીના વૃક્ષ પ્રેમી મંડળ દ્વારા કથામાં પ્રકૃતિ જાગૃતિનો સંદેશ આપવામાં આવી રહયો છે. વૃક્ષનું મહત્વ, પ્રકૃતિ એજ પરમાત્મા , પ્રકૃતિને પ્રેમ કરવો એટલે પરમાત્માની ભક્તિ કરવી આવા સંદેશ સાથે કથા દરમિયાન પ્રકૃતિ જતનની પહેલ કરવામાં આવી છે.

આ ઉપરાંત મોરબીના વૃક્ષ પ્રેમી મંડળ દ્વારા આગામી એક વર્ષમાં ૧, ૧૧, ૧૧૧ વૃક્ષો વાવી ને તેનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.વૃક્ષ પ્રેમી મંડળના નરેન્દ્રભાઈ અધારા તેમજ અન્ય ૨૫ જેટલા સભ્યો ભાગવત સપ્તાહના માધ્યમથી પ્રકૃતિ જતનનો સંદેશ આપવાનું સરાહનીય કાર્ય કરી રહ્યા છે ત્યારે લોકો તરફ થી પણ તેઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

- text