મોરબીમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ : 10ને ઇજા

- text


પોલીસ ફરિયાદ પાછી ખેંચવા મુદ્દે બે જૂથ વચ્ચે ગત રાત્રીના જુના બસ સ્ટેન્ડ નજીક અથડામણ સર્જાઈ હતી : સામસામી ફરિયાદ

મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક મચ્છી પીઠ વિસ્તારમાં મોડી રાત્રે રૂપિયાની લેતી દેતીના ઝઘડાના કરેલ પોલીસ કેસ પરત કરવા મુદ્દે બે જૂથ વચ્ચે મારમારી થઈ હતી. જેમાં બંને જુથના 10 જેટલા લોકોને ઇજા પોહચી હતી. ઘટનાની જાણ થતાં રાત્રીના મોરબી એ ડીવિઝન પોલીસ દોડી જઇ પરી સ્થિતિને કાબુમાં લીધી હતી.અને બંને પક્ષની સામ સામી ફરિયાદ નોંધાઈ હતી.
બનાવની મળતી વિગત મુજબ મોરબીના મચ્છુ પીઠ નજીક રહેતા ઇકબાલ હાજીભાઈ દલના પુત્રને સાહિલ મહમદ લંઘાણીએ છરી મારી ઇજા પહોંચાડી હતી જે અંગે પોલીસ કેસ થયેલ હોય જે અંગે સમાધાન કરવાનું કહી ઇમરાન યુસુફ ઉર્ફે મુખી બંધાણી, અનિસ મહમદ લંઘાણી,સાહિલ લંઘાણી, અજાજ મહમદ લંઘાણી,સાહેલ ઉર્ફે સવો ઇકબાલ મોવર સહિતનાએ છરી,તલવાર સહિતના ધારદર હથિયાર થી હુમલો કર્યો હતો સામે પક્ષે યુનુસ મોવર લંઘાણી પર જુનેદ ઇકબાલ સંધી,ઇકબાલ હાજી,સાહિલ ઇકબાલ લંજા,રાહીલ ઇકબાલ લંજા,ભવાની ઉર્ફે દાદા,જાકિર રફીક,જાકિર રફીક સંધી,રફીક હુસેન સંધી,રમજું રજાક સંધી, સાહિતનાએ પણ એકબીજા પર ધારદાર હથિયારથી હુમલો કરી દેતા વાતાવરણ તંગ બની ગયું હતું. અબે પથ્થરમારો પણ થયો હતો. જેમાં 10 જેટલા લોકોને ઇજા પોહચી હતી. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરી, પીએઅસાઈ.મકવાણા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.અને પરિસ્થિતિ કાબુમાં લેવા તજવીજ હાથ ધરી હતી. બનાવની સામસામી ફરિયાદ નોંધાઇ હતી.જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

 

 

- text