ડો.રવિન્દ્ર ભટ્ટની સૌ.યુનિ.ના બોર્ડ ઓફ એકાઉન્ટન્સીમાં અધર ધેન ચેરમેન તરીકે વરણી

મોરબી : મોરબીની પી.જી પટેલ કોલેજમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ડો.રવિન્દ્ર ભટ્ટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ એકાઉન્ટન્સીમાં અધર ધેન ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા પી.જી પટેલ કોલેજમાં આચાર્ય તરીકે કાર્યરત તેમજ સામાજિક જીવનમાં આગવું સ્થાન ધરાવતા ડો.રવિન્દ્ર ભટ્ટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ એકાઉન્ટન્સીમાં અધર ધેન ચેરમેન તરીકે વરણી થઈ છે. ત્યારે ડો.રવિન્દ્ર ભટ્ટને મોરબીનું ગૌરવ વધારવા બદલ ઠેર ઠેર થી શુભેચ્છાઓ મળી રહી છે. પી.જી પટેલ કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ તેમજ અધ્યાપક ગણ દ્વારા ડો.રવિન્દ્ર ભટ્ટને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.