મોરબીના પાડા પુલ પરથી યુવતી મચ્છુ નદીમાં પડી : શોધ ખોળ શરુ

- text


મોરબી : મોરબીના જુના પાડા પુલ પર રેલવે ટ્રેક સાઈડ તરફથી એક યુવતી નીચે મચ્છુ નદીમાં પડી હતી. બનાવની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્થળ પર દોડી જઈ યુવતીની શોધ ખોળ શરુ કરી છે.

પાડા પુલ પરથી યુવતીએ નદીમાં પડ્યાની ઘટનાના પગલે પુલ પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. યુવતી જ્યાંથી નીચે પડી ત્યાં અમુક ડોકયુમેન્ટ પણ મળ્યા છે જેમાં રેલવે ભરતીનો કોલ લેટર છે જેમાં ભખુંડીયા નીતુબેન કિશોરભાઈ રહે. લક્ષ્મીનગર નામ લખેલું છે. હાલ તો પોલીસ અને ફાયર બ્રિગેડે નદીમાં પડેલી યુવતીની શોધ ખોળ શરુ કરી છે. અને આ બનાવ અકસ્માત કે આપઘાતનો છે તે અંગે પોલીસે તાપસ શરુ કરી છે.

- text

 

- text