મોરબી : નદીમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ ૧૭ કલાકે મળ્યો

- text


ટીમ્બાવાળી મેલડી માતાજીના મંદિર નજીક નાહવા ગયેલા યુવાનનું અકાળે મોત

મોરબી : મોરબીના ટીંબાવાડી મેલડી મંદિર નજીક નદીમાં ન્હાવા ગયેલ યુવાન પાણીમાં ડૂબી જતા ૧૭ કલાક ની શોધખોળ આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વેજીટેબલ રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટી નજીક રહેતો અને મજુરી કામ કરતો છગન ગોવિંદ ડાભી નામનો યુવાન ગઈકાલે તેના બે મિત્રો સાથે ટીંબાવાડી મેલડી મંદિર નજીકની નદીમાં ન્હાવા ગયો હતા જ્યાં ત્રણ મિત્રો પૈકી છગન ડાભી નામનો યુવાન ડૂબવા લાગતા બંને યુવાનોએ અન્યને જાણ કરી હતી અને ડૂબતા યુવાનને બચાવવા પ્રયાસો હાથ ધર્યા હતા.

- text

જોકે મોડી રાત્રી સુધી શોધખોળ કરવા છતાં ડૂબેલા યુવાનનો કોઈ પત્તો લાગ્યો ના હતો બાદમાં સવારે ફાયર બ્રિગેડની ટીમની મદદથી શોધખોળ ચલાવવામાં આવતા ૧૭ કલાકને અંતે યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો. ઘટના મામલે બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.

- text