મોરબીના પંચાસરમાં જમીનના ડખામાં ફાયરિંગ : એકનું મોત

મોરબી : મોરબીના પંચાસર ગામે જમીનના ડખામાં બઘડાટી બોલતા ખાનગી ફાયરિંગમાં થયું હતું. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ હોવાનું વિગતો પ્રકાશમાં આવી છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના પંચાસર ગામે સામાન્ય તકરારમાં ફાયરિંગ થતા ત્રણ વ્યક્તિ ને ઇજા થઈ હતી જેમાં એક વ્યક્તિનું સારવાર મળે તે પહેલાં જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું.

વધુમાં આ ઘટના માં સહદેવસિંહ તેજુભા ઝાલા નામની વ્યક્તિને ગોળી વાગતા ક્રિષ્ના હોસ્પિટલ ખસેડવા માં આવ્યા હતા અને સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નિપજ્યું હતું, આ ઉપરાંત તેમના પત્ની રસિકબા ઝાલા, પરાક્રમસિંહ ઝાલા ને પણ ઇજા પહોંચી હતી અને આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ઘટના ની જાણ થતાં ક્રિષ્ના હોસ્પિટલે મોટી સંખ્યા ના લોકો એકઠા થયા હતા અને એસપી, ડીવાયએસપી, એ ડીવીઝન સહિત નો સ્ટાફ દોડી ગયો હતો.