મોરબીના લાલપર નજીક બે મહિલા સહિત પાંચ જાહેરમાં જુગાર રમતા ઝડપાયા

- text


દરોડા દરમિયાન બે મહિલાઓ ભાગી ગઈ : રૂપિયા ૧૨૯૦ નો મુદામાલ જપ્ત

મોરબી : મોરબીમાં હવે મહિલાઓ પણ પુરુષ સમોવડી બની છે !! લાલપર ગામ નજીક પોલીસે જાહેરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડતા ૨ મહિલા સહીત પાંચ ઝડપાયા હતા જો કે મહિલાઓ નાસી જવામાં સફળ રહી હતી.

જાણવા મળ્યા મુજબ મોરબી તાલુકા પોલીસ ગઈકાલે રાત્રીના લાલપર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન લાલપર ગામ નજીક આવેલ શ્રીજી સિરામિક એકમ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા બીપીન નટુભાઈ સારેસા રહે-શોભેશ્વર, અશોક જેઠાભાઈ સોલંકી રહે-લાલપર, રમેશ મુળજીભાઈ સોલંકી રહે- તાજ નળિયાના કારખાનામાં વાળાને રોકડ રકમ રૂ.૧૨૯૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

- text

જો કે દરોડા દરમિયાન શાંતાબેન લક્ષ્મણભાઈ સોલંકી રહે-તાજ નળિયાના કારખાનામાં અને રમણબા મહેન્દ્રસિંહ રાઠોડ રહે-લાલપરવાળા નાશી છુટતા પોલીસે બન્ને મહિલાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text