જયહો !! મોરબીની ક્ષત્રિય મહિલાઓ આંખે પાટા બાંધીને કરે છે તલવારબાજી

- text


જયમાતાજી યંગ ગ્રુપની ૬ વર્ષ થી લઈને ૬૪ વર્ષ સુધીની મહિલા સભ્યોની તલવારબાજી જોઈને લોકો રહી જાઈ છે દંગ: મહિલા દિને આ ક્ષત્રિયાણીઓને સો સલામ

મોરબી : ક્ષત્રિય સમાજની વિસરતી જતી તલવારબાજી ને જીવંત રાખવા માટે મોરબીની ક્ષત્રિય બહેનો અથાગ પ્રયાસો કરી રહી છે.મોરબીના જય માતાજી ગ્રુપની ૮ થી ૬૪ વર્ષ સુધીની ૨૫ ક્ષત્રિયાણીઓ સઘન તાલીમ મેળવ્યા બાદ આંખે પાટા બાંધીને ખુરશી ઉપર ઉભા રહીને વિરાંગનાઓની જેમ અદભૂત તલવારબાજીના અદભૂત કરતબો કરે છે.ક્ષત્રિયાણીઓની આ તલવારબાજી જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઇ જાય છે.

મોરબીના નવલખી રોડ પર આવેલા રામનગર અને શ્યમનગર વિસ્તારમાં ક્ષત્રિય સમાજના આશરે ૩૫ જેટલા પરિવારો વસવાટ કરે છે.આ વિસ્તારની ક્ષત્રિય બહેનોએ ક્ષત્રિય સમાજની પરંપરાઓ અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે જય માતાજી યંગ ગ્રુપની સ્થાપના કરી છે.આ બહેનો તમામ તહેવારોની હળીમળીને ને પારંપરિક ઉજવણી કરે છે.છેલ્લા ૧૦ વર્ષથી આ બહેનો દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરે છે.આ ઉપરાંત મધર્સ ડે , વુમન ડે ની ઉજવણી તેમજ સ્નેહમિલન જેવા કાર્યક્રમો નું સફળતા પૂર્વક આયોજન કરે છે.

- text

આ ગ્રુપની ૮વર્ષ થી લઈને ૬૪ વર્ષ સુધીની ક્ષત્રિય મહિલાઓ વીસરતી જતી તલવારબાજીની કળાને જીવંત રાખી રહી છે.નાની બાળા ઓથી માંડીને મોટી વયની મહિલાઓ આખે પાટા બાંધીને નીચે બેસીને તેમજ ખુરશી ઉપર ઉભા રહીને અદભૂત તલવારબાજી ના કરતબો કરે છે.જયમતાજી યંગ ગ્રુપની મોટા ભાગની મહિલાઓ સઘન તાલીમ લઈને તલવારબાજી મા નિપૂણ બની છે.આ ક્ષત્રિયાણીઓ તલવારબાજી ના ૧૦ થી ૧૨ કરતબો રજૂ કરે છે.આ કરતબો નિહાળીને લોકો મંત્રમુગ્ધ બની જાય છે.

ડો.મહેન્દ્રસિંહ ડી. જાડેજા અને ભરતસિંહ એમ. પરમારના માર્ગદર્શન હેઠળ પરિવારની દરેક મહિલા સભ્યને તલવારબાજી ની સઘન તાલીમ આપવામાં આવે છે. પરિવારમાં નવી આવેલી પુત્રવધૂઓ ને પણ તલવારબાજી ની તાલીમ આપી કરતબો શીખવવામાં આવે છે.અહીંની બાળાઓ નવરાત્રી દરમિયાન ગરબા સાથે તલવારબાજી કરીને માતાજીની આરાધના કરે છે. સંસ્કૃતિ અને વારસાની જાળવણી માટે અથાગ મહેનત કરતી આ સ્ત્રીઓને મહિલા દિવસ નિમિત્તે સો સલામ.

- text