મોરબી જિલ્લાના યુવા ભાઈઓ-બહેનોને વોલીબોલ એકેડેમી અને ડીએલએસએસમાં પ્રવેશ મેળવવાની તક

 

મોરબી : સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલીત વોલીબોલ અકેડમી અને ડી.એલ.એસ.એસ.માં ભાઈઓ-બહેનો ના પ્રવેશ માટે હાઇટ-હંટ નું આયોજન કરેલ છે.

જેમાં નીચે જણાવેલ વય અને ઉચાઇની મર્યાદામાં રસ ઘરાવનાર ભાઇઓ-બાહેનો એ તા.૯ માર્ચના રોજ બપોરે ૦૨:૦૦ કલાકે નવજીવન વિધાયલય, રવાપર રોડ મોરબી ખાતે હાજર રહેવા સીનીયર કોચ જિલ્લા રતમ-ગમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબીએ જણાવ્યું છે.
( સેન્ટીમીટરમા )
ઉંમર બહેનો ભાઇઓ
૧૨    ૧૬૧   ૧૬૦
૧૩    ૧૬૬   ૧૬૫
૧૪   ૧૭૧    ૧૭૩
૧૫   ૧૭૩    ૧૮૦
૧૬   ૧૭૪    ૧૮૬
૧૭   ૧૭૪    ૧૮૮
૧૮   ૧૭૫    ૧૯૦
૧૯   ૧૭૫    ૧૯૦