ટંકારામાં હોળી – ધુળેટી ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

- text


ટંકારા પંથકમાં હોલિકાની જાળ જોઈ આગામી વર્ષનો વરતારો માંડતા વડીલો

ટંકારા : ટંકારા તાલુકામાં હોળી ધુળેટી પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, ટંકારા અને આજુઆજુના ગામડાઓમાં શેરીએ ગલીએ હોલિકા દહન કરી રંગ રસિયાઓ મનભરીને ધુળેટી રમ્યા હતા.

ટંકારા શહેર અને તાલુકાભરના ગામડે ગામડે હોલિકા દહનના આયોજનો કરાયા હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં હોળીની જાળ જોઈ વડીલોએ આગામી ચોમાસુ કેવું જશે તેનો વરતારો કાઢી પ્રાચીન પરંપરાને જાળવી રાખી હતી.

- text

હોળીના દિવસે ટંકારાના ઊગમણા નાકે, લક્ષ્મી નારાયણ મંદિર, ગાયત્રી સોસાયટી, ઘેટિયાવાસ, રાજબાઈ ચોક, હવેલી શેરી, જીવાપરા વાસ, ભરવાડવાસ, લક્ષ્મી નારાયણ સોસાયટી, એમ.ડી.સોસાયટી અને ત્રણ હાટડી સહિત હોલિકા દહન કરાયું હતું જેમાં આર્યસમાજ દ્વારા આહુતિ આપવામાં આવી હતી.

જ્યારે બીજા દિવસે રંગોના ઉત્સવ ધૂળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવી લોકોએ રંગ બે રંગી રંગોથી એક બીજાને રંગી કલરફુલ હોળી ઉત્સવ મનાવ્યો હતો.

- text