ટંકારા : ૪૧ કલાકની શોધખોળને અંતે ભરવાડ યુવાનની નદીમાંથી લાશ મળી

- text


ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને સ્થાનિકો દ્વારા સતત શોધખોળ બાદ યુવાનની ભાળ મળી : યુવાનની લાશ શોધવા એનડીઆરએફ ટીમે નદીમાં દરિયા જેવા મોજા ઉછાળ્યા

ટંકારા : બે દિવસ પૂર્વે રાજકોટ મોરબી હાઇવે પર ટંકારા નજીક આવેલ ધ્રુવનગર ગામ નજીક પશુપાલક ભરવાડ યુવાન નદીમાં પડ્યો હતો અને ભેસનુ પૂંછડું પકડી નદી પાર કરવા પ્રયત્ન કરતો હતો ત્યારે ઊંડા પાણીમાં ગરક થઇ ગયા બાદ લાપતા બન્યો હતો આ ઘટનાના ૪૧ કલાક બાદ એનડીઆરએફની ટીમે ભારે જાહેમતના અંતે જે જગ્યાએ યુવાન ડૂબ્યો હતો ત્યાંથી જ લાશ શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. યુવાનની લાશ મળી આવતા ગ્રામજનોએ અને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગુરુવારે સાંજે ચારેક વાગ્યાના અરસામાં ટંકારના તાલુકાના ધ્રુવનગર ગામમાં રેહતા મોમાંભાઈ પુજાભાઈ ભરવાડ ને ત્યાં કામ કરતો મૂળ કચ્છ નો ખોડાભાઈ ભરવાડ ઉ.૨૫ નામનો ભરવાડ યુવાન નદી પાર કરવા માટે પોતાની ભેંસનું પૂછડું પકડી પાણીમાં ઉતર્યો હતો, પરંતુ ઊંડા પાણીમાં ગરક થઈ જતા સ્થાનિક લોકોએ પ્રયત્ન કરી મોરબી ફાયર બ્રિગેડને જાણ કરી હતી પરંતુ મોડી રાત્રી સુધી યુવાનને શોધવામાં સફળતા મળી ન હતી.

- text

બીજી તરફ આ ઘટનામાં ગઈકાલે આખો દિવસ શોધખોળ કરવા છતાં લાશ મળી ન હતી અને આજે સવારે ખાસ મશીન દ્વારા નદીમાં દરિયાઈ મોજા ઉતપન્ન કરી યુવાનને શોધવા પ્રયત્નો હાથ ધર્યા હતા પરિણામે આજે સવારે જે જગ્યાએ યુવાન ડૂબ્યો હતો એ જ જગ્યાએ પથ્થર વચ્ચે ફસાઈ ગયે હતભાગી યુવાનની લાશ મળી હતી.

આશ્ચર્ય તો એ વાતનું છે કે મોરબી જિલ્લાના વહીવટી તંત્રે આ બાબતને કોઈ ગંભીરતાથી લીધી ન હતી અને કોઈ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે ડોકાયા ન હતા. ખુદ ટંકારા મામલતદાર પણ ૧૮ કલાક વીત્યા બાદ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બીજી તરફ જુવાનજોધ યુવાન પાણીમાં ગરક થયા બાદ ૨૪ કલાક સુધી યુવાનનો પતો ન લાગતા મ ભરવાડ પરીવાર ચિંતાતુર બન્યો હતો.

જો કે આજે લાશ મળી આવતા હતભાગી યુવાનના પરિવારજનો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી યુવાનના પરિવારજનોએ અંતિમક્રિયા કરવા તજવીજ શરૂ કરી છે.

- text