મોરબીના વાંકડા ગામમાં રમાય છે અનોખી કોથળા માર અને કપડા ફાડ ધુળેટી..જુઓ વિડિઓ

- text


લોકો કોથળા ભીના કરી એકબીજાના કપડા ફાડી રમે છે ધુળેટી

મોરબી :  મોરબી તાલુકાના વાંકડા ગામે છેલ્લા સાતેક વર્ષથી હોળી ધુળેટી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે હોળીના દિવસે પરંપરાગત હોલિકા દહન કર્યા બાદ બીજા દિવસે ધુળેટી રમવામાં આવે છે પણ રંગથી નહિ એક બીજાને કોથળા ફટકારી એકબીજાના કપડા પણ ફાડીને ધૂળેટીનો આનંદ ઉઠાવવામાં આવે છે.

- text

મોરબીના વાંકડા ગામમાં ગ્રામજનો કલર નહિ બલ્કે કોથળા ભીના કરી એકબીજાને કોથળા ફટકારી હોળી ધૂળેટીનો અનોખો આનંદ માણે છે છેલ્લા સાત વર્ષથી શરુ થયેલી આ પરમ્પરા માં લીમડાનું એક મોટું ઝાડ ગામના ચોકમાં ઉભુ કરવામાં આવે છે અને આ લીમડા પર કોઈ વ્યક્તિ ચડી જાય છે અને તેને પછાડવાનો પ્રયાસ કરવામાં આવે છે સાથે સાથે નીચે ઉભેલા લોકો ભીના કોથળા ફટકારી એકબીજા પર પ્રેમભર્યા પ્રહારો કરે છે.

આ ઉપરાંત લોકો એકબીજાના કપડા પણ ફાડી નાખે છે, આમ મોરબી તાલુકાના વાંકડા ગામમાં હોળી-ધુળેટી પર્વની અનોખી ઉજવણી થાય છે જે જિલ્લાના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.

 

 

- text