મોરબીના જેતપર નજીક પરિણીતા પર કારખાના શ્રમિકે દુષ્કર્મ આચર્યું

- text


મોરબીના જેતપર રોડ પર પાવડીયારી નજીક આવેલ સ્કાય ટચ સીરામીક નામની ફેક્ટરીમાં રહેતા અને મજૂરી કામ કરતા પરપ્રાંતીય પરિણીતાના પતિ બજારમાં ખરીદી માટે ગયો હતો તે દરમિયાન રાજેશ નામનો મજુર એકલતાનો લાભ લઇ ઓરડીમાં ઘુસી ગયો હતો અને પરિણીતાને માર મારી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી ફરાર થઈ ગયો હતો.આ અંગે પરણીતાએ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવી હતી જે અંગે પીએસઆઇ એન.જે.રાણા તપાસ હાથ ધરી છે.

- text

- text