યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ડી.જે.ના તાલે વિકાસ વિદ્યાલયની દીકરીઓ સાથે પરિવાર જેવા માહોલમાં ધુળેટી ઉજવી

- text


મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી વિકાસ વિધાયલયમાં પરિવાર જેવા માહોલમાં રંગઉત્સવ ઉજવી અનાથ બાળાઓને પોતાના પરિવાર જેવી હૂંફ આપી હતી.

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક તહેવારની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે જેના ભાગરૂપે ધુળેટીના પાવન અવસર પર અધર્મ પર ધર્મ ના વિજયરૂપે તથા તમામ ભેદભાવ ભૂલીને પ્રેમમય સમરસતા, સમાનતા અને દુશ્મનાવટ ભૂલી ને મૈત્રીભાવ પ્રગટ કરાવનાર આ ઉત્સવને યંગ ઇન્ડિયા વિકાસ વિદ્યાલયની બાળાઓ સાથે ડી.જે. ના સથવારે “રંગઉત્સવ” કાર્યક્રમની આનંદમય ઉજવણી કરી હતી.

- text

ગરીબ અને વંચિત બાળકો પણ પરિવાર જેવા માહોલમાં દરેક ઉત્સવ ઉજવી શકે તેવી નેમ સાથે સેવા સુશ્રુષાનું ભગીરથ કામ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના આ અનેરા આયોજનને કારણે વિકાસ વિદ્યાલયની દિકરીઓએ હોળી ધુળેટી પર્વની ઉજવણીમાં એક રંગ થઇ આનંદ ની અનહદ પળો માણી હતી.

- text