મોરબીના સર્કિટ હાઉસ નજીક મારામારી

- text


મોરબી : મોરબીના સરકીટ હાઉસ નજીક પિતા પુત્ર ઉપર દશ જેટલા શખ્સોએ હુમલો કરતા ઘવાયેલા બન્નેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના સરકીટ હાઉસ નજીક પિતા પુત્ર ગોરધનભાઇ મોહનભાઇ કોરવાડિયા અને રાજેશ ગોરધનભાઇ કોરવાડિયા હતા ત્યારે રાજુ ડાંગર, દેવભાઈ, જામરી રાજુ અને જીગો ભરવાડ સહિતના શખ્સોએ હુમલો કરી લાકડાના ધોકા વડે માર મારતા ઇજાગ્રસ્ત થયેલા પિતા પુત્રને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયા છે.

- text

ઘટના અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

- text