ટંકારામાં જીઆઇડીસી બનાવવા સરકારમાં રજુઆત

- text


કોંગ્રેસ કાર્યાલય મંત્રી દ્વારા ટંકારા તાલુકાના વિકાસ માટે જીઆઇડીસી મહત્વની ગણાવી

મોરબી : જીનિંગ અને ઓઇલ મિલ ઉદ્યોગોથી ધમધમતા મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં જીઆઇડીસી બનવવા માટે કોંગ્રેસ કાર્યાલય મંત્રી કાંતિલાલ બાવરવાએ સરકારમાં મુદાસરની રજુઆત કરી છે અને ટંકારા તાલુકાના સર્વાંગી વિકાસ માટે સત્વરે ઔધોગિક વસાહત નિર્માણ કરવા પર ભાર મુક્યો હતો.

રજુઆતમાં જણાવ્યા મુજબ મોરબી જીલ્લો બનવા છતાં ટંકારા તાલુકા માં પ્રાથમિક સુવિધાઓ નો પણ અભાવ છે જીનીંગ ઉદ્યોગ મોટો હોવા છતાં પણ એક પણ જી.આઈ.ડી.સી. ઉભી કરવા માં આવી નથી. આમ આજે પણ ટંકારા તાલુકો સરકારનો અણગમતો તાલુકો હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

- text

ટંકારા તાલુકો અનેક પ્રાથમિક સુવિધાઓ જેવી કે સારા રોડ-રસ્તા, પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા, ભૂગર્ભ ગટર વ્યવસ્થા, વિજળીની સુવિધા, અદ્યતન બસ સ્ટેન્ડ વગેરેથી વંચિત આ તાલુકો સરકારશ્રી દ્વારા વિકાસની રાહ જોઈ રહ્યો છે.

આ તાલુકાના વિકાસ માટે તાલુકામાં આવેલા ઉદ્યોગો માટે ખુબ જરૂરી એવી જી.આઈ.ડી.સી. બનાવવાની તાતી જરૂરીયાત છે. તો જ તાલુકાની વસ્તી તેમજ વિસ્તારનો વિકાસ શક્ય બનશે અને સ્થાનિક લોકોને રોજગારીની સમસ્યા પણ હળવી થશે. આ સાથે માત્ર એક જ નિશ્ચિત સ્થળે ઉદ્યોગનો વિકાસ થશે. જેના લીધે રહેણાંક વિસ્તાર નો આયોજનબધ્ધ વિકાસ શક્ય બનશે તેવું રજૂઆતના અંતે કાંતિલાલ બાવરવાએ જણાવ્યું હતું.

- text