મોરબીના બે સીરામીક એકમોમાં ઇન્કમટેક્સની રેડ બાદ ૨.૪ કરોડનું ડિસ્ક્લોઝર

મોરબી : ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રાજકોટની કોટન ટ્રેડિંગ પેઢી અને મોરબીના બે સીરામીક એકમોમાં દરોડાની કાર્યવાહી કરતા કુલ રૂપિયા ૩.૧૪ કરોડનું ડિસ્ક્લોઝર થયું છે જેમાં મોરબીના બે સીરામીક એકમો દ્વારા રૂ.૨.૪ કરોડનું ડિસ્ક્લોઝર જાહેર કર્યું હતું.

આવકવેરા વિભાગના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીના લોગાન અને સેગા સીરામીકમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી બાદ સર્ચ ઓપરેશન કરતા મોટા બેનામી વ્યવહારો મળી આવ્યા હતા.

વધુમાં ઇન્કમટેક્સની તપાસનો અંતે મોરબીના લોગાન અને સેગા સીરામીક દ્વારા કુલ મળી રૂપિયા બે કરોડ ચાર લાખનું ડિસ્ક્લોઝર કરવામાં આવ્યું હતું.