મોરબીના રવાપર રોડ પર ક્રિકેટનો જુગાર ઝડપાયો

એલસીબીએ શ્રીલંકા બાંગ્લાદેશના મેચ પર જુગાર રમતા બે ને ઝડપી લીધા

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલી પાનની દુકાને જાહેરમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સોને એલસીબીએ ઝડપી લઈ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ગઈકાલે મોરબીના રવાપર રોડ ઉપર આવેલી પાનની દુકાને શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચના ઓવર અને રન પર જાહેરમાં જુગાર રમી રહેલા દિલીપ શાંતિલાલ ભોજવાનણી અને હનીફ ઉર્ફે બાબો ગુલાબભાઈ ચાનિયા નામના શખ્સો હારજીતનો જાહેરમાં જુગાર રમતા હોય એલસીબી પોલીસે ૭૦૦૦ રોકડા અને બે મોબાઈલ ફોન કિ.૩૦૦૦ સાથે ઝડપી લઈ એ ડિવિઝન પોલિસ મથકને સોંપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.