મોરબીના ખેવાળિયા ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની કારમી તંગી

- text


ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરી મચ્છુ યોજનમાંથી પાણી આપવા માંગ ઉઠવાઈ

મોરબી : મોરબી તાલુકાના ખેવાળીયા ગામમાં ઉનાળાના પ્રારંભમા જ પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાતા ગ્રામપંચાયત્ન સરપંચ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી મચ્છુ યોજનનાનું પાણી આપવા માંગ ઉઠાવવામાં આવી છે.

ખેવાળીયા ગ્રામ પંચાયતના સરપંચ પ્રફુલભાઈ હોથીએ જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે હાલમાં ખીરઇ પંપિંગ સ્ટેશનેથી ખેવાળીયા ગામને પાણી આપવાની વ્યવસ્થા છે પરંતુ આ પાણી નિયમિત રીતે મળતું ન હોવાની સાથે સંપમાંથી પાણી નદીમાં વહાવી દેવામાં આવતું હોય ગ્રામજનોને પીવાનું પાણી મળતું નથી.

- text

હજુ તો ઉનાળાની શરૂઆત પણ નથી થઈ ત્યાં ખેવાળીયા ગામની આ સ્થિતિ હોય ઉનાળાના દિવસોમાં પાણીની કટોકટી સર્જાવાની ભીતિ વ્યક્ત કરી સરપંચ દ્વારા તાત્કાલિક ધોરણે મચ્છુ – ૨ યોજનમાંથી ખેવાળીયા ગામને પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ ઉઠાવી પાણી ની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા જણાવ્યું હતું.

- text