બગથળાના શિક્ષકને એક સાથે છ – છ સિદ્ધિઓ

મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામની હરિ નકલંક વિદ્યાલયના શિક્ષકને ઉમદા કામગીરી બદલ જુદાજુદા છ બહુમાન પ્રાપ્ત થતા શિક્ષણ જગતમાંથી શુભેચ્છાઓ વરસી રહી છે.

બગથળા ગામની હરિ નકલંક વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા અશોકભાઈ કામરીયાને તાજેતરમાં નર્મદા બાલઘર આયોજિત વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં પ્રથમ ક્રમે આવતા ૨૫૦૦૦ રોકડ ઇનામ મળ્યું છે, તો 5 સપ્ટેમ્બરે તેઓને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનું બહુમાન પણ મળ્યું હતું.

એ જ રીતે ગત વર્ષે ફેબ્રુઆરીમાં રાજ્યના બેસ્ટ સાયન્સ ટીચરનો ખિતાબ પણ તેમના નામે રહ્યો હતો, તો ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ રમેશભાઈ ઓઝા દ્વારા વિદ્યાગુરુના એવોર્ડથી તેમને સન્માનવામાં આવ્યા હતા, આ ઉપરાંત ૨૦ જાન્યુઆરીએ સાયન્સ ફેરમાં પસંદગી તબવાની સાથે સાથે મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ દ્વારા સન્માન પ્રાપ્ત થયેલ છે.

શિક્ષક અશોકભાઈ કામરીયાને આટઆટલી સિદ્ધિઓ બદલ શાળા પરિવાર અને મોરબી શિક્ષણ જગત દ્વારા ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભ કામનાઓ પાઠવવામાં આવી રહી છે.