નર્મદા બાલઘર દ્વારા સમગ્ર મોરબી જિલ્લાના બાળકો માટે મેગા વિજ્ઞાન મેળો

- text


મોરબી જિલ્લાના ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પાર્ટીસીપેટ કરશે : બાલ વૈજ્ઞાનિકોની ૧૨૫ જેટલી કૃતિઓનું રજીસ્ટ્રેશન

મોરબી : મોરબી જિલ્લાના બાલ વૈજ્ઞાનિકો માટે આગામી તા. ૧૦ ને શનિવારે ત્રી મંદિર ખાતે મેગા વિજ્ઞાન મેળો યોજાશે જેમાં મોરબી જિલ્લાની ૩૦૦ શાળાઓના ૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે નર્મદા બાલઘર આયોજિત આ બાલ વિજ્ઞાન મેળા માટે અત્યાર સુધીમાં અવનવી ૧૫૦ જેટલી કૃતિઓનું રજીસ્ટ્રેશન કરાયું છે.

નર્મદા બાલઘર મોરબી દ્વારા બાલ વિજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા મોરબી હહેર જિલ્લામાં પ્રથમ વખત સમગ્ર જિલ્લાની હાલાઓને આવરી લેતો મેગા બાલ વિજ્ઞાન મેળો યોજવામાં આવનાર છે.

- text

તા. ૧૦ ને શનિવારે યોજાનાર આ વિજ્ઞાન મેળામાં મોરબી જિલ્લાની ૩૦૦ શાળાઓના ૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓ પોતાના અવનવા પ્રયોગો રજૂ કરશે હાલમાં આ વિજ્ઞાન મેળા માટે ૧૨૫ થી વધુ કૃતિઓનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે એ અનોખો બાલ મેળો નિહાળવા શનિવારે સવારે ૧૦ થી બપોરે ૩ સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે તો આ અનોખા વિજ્ઞાન મેળો નિહાળવા આયોજકો તરફથી અનુરોધ કરાયો છે.

- text